તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભેસ્તાન રોડ પર ચાલુ ST બસમાં આગ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ફાયરબ્રિગેડ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ સુરત-નવસારી મેઈન રોડ ભેસ્તાન પાસે ભેંદવાડના પ્રેમનગર પાસેથી પસાર થતી જીજે-18-ઝેડ-1856 નંબરની એસટી બસમાં રાત્રીના 8 વાગ્યાના અરસામાં અચાનક આગ લાગી ગઈ હતી. એસટીબસમાં મુસાફરો બેઠા હોઈ તેઓમાં ડરનો માહોલ ફેલાઈ ગયો હતો. બુમાબુમ કરી મુકતા કેટલાંક મુસાફરો તો ચાલુ બસમાં ઉતરી ગયા હતાં. તો ડ્રાઈવરે બસ થોભાવી દેતાં મુસાફરો જીવ બચાવીને નીચે ઉતરી ગયા હતાં.

આગની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતાં ફાયર ઓફિસર હરિભાઈ બોરત્સે લાશ્કરો સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. અને આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતાં આગ પર કલાકમાં કાબુ મેળવી લેવાયો હતો. ફાયર ઓફિસર બોરત્સેએ જણાવ્યું હતું કે, બસ વલસાડથી સુરત આવતી હતી, પાલનપુર-ડીસાની એસટી બસમાં મુસાફરો હતાં તેઓ ઉતરી ગયો હતાં. જોકે, ડ્રાઈવર અને કન્ડક્ટરનો કોઈ પત્તો હતો, આગની ઘટના બાદ તેઓ ભાગી ગયા હોવાનુ જણાઈ છે. આગમાં બસની સિટો વાયરિંગ બળી ગયું હતું. આગમાં કોઈને ઈજા થવા પામી હતી.

ભેસ્તાનના ભેંદવાડના પ્રેમનગર પાસે વલસાડથી-સુરત આવતી એસટી બસમાં આગ લાગતાં મુસાફરો ચાલુ બસે કૂદવામાં માંડ્યા હતા. જોકે જોત જોતામાં આગની જ્વાળાઓ વધવા લાગી ગઈ હતી. ફાયરે એક કલાકમાં આગ પર કાબુ મેળવ્યો હતો.

વલસાડથી સુરત આવતી બસમાં આગ લાગતાં કેટલાક મુસાફરો ચાલુ બસે કૂદી પડ્યા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો