તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • કરોડો રૂપિયાની હેરાફેરી કરનાર ભજિયાંવાલાના જામીન નામંજૂર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કરોડો રૂપિયાની હેરાફેરી કરનાર ભજિયાંવાલાના જામીન નામંજૂર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામીન નામંજૂર કરતા કોર્ટે 94 પાનાના ચુકાદામાં નોંધ્યું હતું કે, આરોપીએ આર્થિક ગુનાખોરી કરી હોવાની વ્યાખ્યામાં આવે છે. તેની સામે રૂ.3.54 કરોડની નવી નોટો બદલવાનો ગુનો છે. આરોપી નવી નોટો કોની પાસેથી કયાંથી લાવ્યો તે બતાવી શક્યો નથી. દેશના અર્થતંત્રને નુકસાન કરનાર આવા ગુનાને હળવાશથી લઇ શકાય નહીં.

બીજી તરફ કરોડોની હેરાફેરીમાં આરોપી જિજ્ઞેશ ભજિયાંવાલા સામે એન્ફોર્સમેન્ટ વિભાગે કોર્ટમાં 41 પાનાની ફરિયાદમાં 12 સાક્ષીઓ અને 3 હજાર જેટલા દસ્તાવેજો રજૂ કર્યા છે. જેમાં સુરત પિપલ્સ કો ઓપરેટિવ બેન્કના વિજય ભટ્ટને સાક્ષી બતાવવામાં આવ્યા છે.

એન્ફોર્સમેન્ટ વિભાગે આરોપી જિજ્ઞેશ ભજિયાંવાલાની રૂ.1.4 કરોડની નવી નોટોની હેરાફેરીમાં ધરપકડ કરી હતી. સુરત પિપલ્સ કો.ઓપરેટિવ બેન્કની ઉધના બ્રાન્ચમાં જુદી-જુદી વ્યકિતઓના આઇડી પ્રૂફ મૂકીને નવી નોટો જિજ્ઞેશે બદલાવી હતી. જેમાં 30 એકાઉન્ટમાં રૂપિયા 3.54 કરોડની નોટો બદલી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે નોટબંધીના સમયે કિશોર ભજિયાંવાલા અને તેના પુત્રએ કરોડો રૂપિયાની હેરાફેરી કરી હતી.

જિજ્ઞેશ સામે 3.54 કરોડની નવી નોટો બદલવાનો ગુનો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો