તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરતમાં STમાં આગ લાગતા લોકો ચાલુ બસે કૂદવા માંડ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરતમાં STમાં આગ લાગતા લોકો ચાલુ બસે કૂદવા માંડ્યા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત-નવસારી મેઈન રોડ પર બનેલી ઘટના

સુરત-નવસારીમેઈન રોડ પર ભેંદવાડ પાસે એક એસટી બસમાં આગ ભભૂકી હતી. ચાલુ બસમાં આગ લાગતાં કેટલાંક મુસાફરો ચાલુ બસમાં નીચે કૂદી પડ્યાં હતાં તો ચાલકે બસ થોભાવતાં જીવ બચાવી મુસાફરો ઉતરી જતાં ઉગારો થયો હતો. ફાયર બ્રિગેડે તુરંત પહોંચી જતાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.

ફાયરબ્રિગેડ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ સુરત-નવસારી મેઈન રોડ ભેસ્તાન પાસે ભેંદવાડના પ્રેમનગર પાસેથી પસાર થતી જીજે-18-ઝેડ-1856 નંબરની એસટી બસમાં રાત્રીના 8 વાગ્યાના અરસામાં અચાનક આગ લાગી ગઈ હતી. એસટીબસમાં મુસાફરો બેઠા હોઈ તેઓમાં ડરનો માહોલ ફેલાઈ ગયો હતો. બુમાબુમ કરી મુકતા કેટલાંક મુસાફરો તો ચાલુ બસમાં ઉતરી ગયા હતાં. તો ડ્રાઈવરે બસ થોભાવી દેતાં મુસાફરો જીવ બચાવીને નીચે ઉતરી ગયા હતાં.

આગની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતાં ફાયર ઓફિસર હરિભાઈ બોરત્સે લાશ્કરો સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. અને આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતાં આગ પર કલાકમાં કાબુ મેળવી લેવાયો હતો. ફાયર ઓફિસર બોરત્સેએ જણાવ્યું હતું કે, બસ વલસાડથી સુરત આવતી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો