તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • કરોડપતિ ભજિયાંવાલાના જામીન કોર્ટે ફગાવી દીધા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કરોડપતિ ભજિયાંવાલાના જામીન કોર્ટે ફગાવી દીધા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામીન નામંજૂર કરતા કોર્ટે 94 પાનાના ચુકાદામાં નોંધ્યું હતું કે, આરોપીએ આર્થિક ગુનાખોરી કરી હોવાની વ્યાખ્યામાં આવે છે. તેની સામે રૂ.3.54 કરોડની નવી નોટો બદલવાનો ગુનો છે. આરોપી નવી નોટો કોની પાસેથી કયાંથી લાવ્યો તે બતાવી શક્યો નથી. દેશના અર્થતંત્રને નુકસાન કરનાર આવા ગુનાને હળવાશથી લઇ શકાય નહીં.

બીજી તરફ કરોડોની હેરાફેરીમાં આરોપી જિજ્ઞેશ ભજિયાંવાલા સામે એન્ફોર્સમેન્ટ વિભાગે કોર્ટમાં 41 પાનાની ફરિયાદમાં 12 સાક્ષીઓ અને 3 હજાર જેટલા દસ્તાવેજો રજૂ કર્યા છે. જેમાં સુરત પિપલ્સ કો ઓપરેટિવ બેન્કના વિજય ભટ્ટને સાક્ષી બતાવવામાં આવ્યા છે. એન્ફોર્સમેન્ટ વિભાગે આરોપી જિજ્ઞેશ ભજિયાંવાલાની રૂ.1.4 કરોડની નવી નોટોની હેરાફેરીમાં ધરપકડ કરી હતી. સુરત પિપલ્સ કો.ઓપરેટિવ બેન્કની ઉધના બ્રાન્ચમાં જુદી-જુદી વ્યકિતઓના આઇડી પ્રૂફ મૂકીને નવી નોટો જિજ્ઞેશે બદલાવી હતી. જેમાં 30 એકાઉન્ટમાં રૂપિયા 3.54 કરોડની નોટો બદલી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે નોટબંધીના સમયે કિશોર ભજિયાંવાલા અને તેના પુત્રએ કરોડો રૂપિયાની હેરાફેરી કરી હતી.

જિજ્ઞેશની 3.54 કરોડની નવી નોટો બદલવાના ગુનામાં ધરપકડ થઇ હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો