તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • બિહારમાં વીડિયો વાઇરલ થયો અને સુરતમાં ટોળાએ બસ ફૂંકી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિહારમાં વીડિયો વાઇરલ થયો અને સુરતમાં ટોળાએ બસ ફૂંકી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આંબેડકરના પૂતળાને થપ્પડ મારતો વીડિયો જોઇ ભડક્યા

‘જય ભીમ’ના નારા સાથે ટોળું ધસી આવતાં મુસાફરો નાસી છૂટ્યા

પાંડેસરા બાટલીબોય સર્કલ નજીક ભેંદવાડના પ્રેમનગર પાસે શનિવારે રાત્રે 8 વાગ્યે 100થી વધુના તોફાની ટોળાએ બસની બારીના કાચ પથ્થર મારીને તોડી નાખ્યા બાદ ટોળાએ બસમાં આગ ચાંપી દીધી હતી. વિફરેલા ટોળાને કારણે મુસાફરો તેમજ બસના ચાલક-કંન્ડક્ટરે જીવ બચાવીને ભાગવુ પડયું હતું. નવસારીથી નીકળેલી બસ સુરત થઈને ધાનેરા જતી હતી. ઘટના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ એફએસએલના અધિકારીઓ નિરિક્ષણ માટે આવ્યા હતા. મોડીરાત્રે એસ ટી બસને રસ્તા પરથી પોલીસે ખસેડી લીધી હતી. પાંડેસરા પોલીસે મોડીરાત્રે બસના કંન્ડક્ટરની ફરિયાદ લઈને ટોળા સામે ગુનો દાખલ કરવા માટેની તજવીજ શરૂ હાથ ધરાઇ હતી.

સદનસીબે ઘટનામાં કોઇને ઇજા થઇ નથી

^એસ.ટીબસ નંબર જીજે-18-ઝેડ-1856માં રાત્રીના 8 વાગ્યે આગનો કોલ મળ્યો હતો. બસ નવસારી થી સુરત થઈને ઘાનેરા જતી હતી. બસમા આગ લગાવી હોવાની વાત જ્યારે બસનો ચાલક-કંન્ડક્ટર આવ્યા ત્યારે ખબર પડી હતી. બન્ને જણા મુસાફરો સાથે ટોળાના ડરને કારણે ભાગી ગયા હતા. આગમાં બસની સિટો વાયરિંગ બળી ગયું હતું. આગમાં કોઈને ઈજા થવા પામી હતી. > હરીભાઈબોરત્સે, ફાયરઓફિસર

સુરત-નવસારીરોડની બસોને ડાયવર્ટ કરાઇ

^એસટી બસ સળગાવી દેવાના મામલામાં સુરત-નવસારી મેઈન રોડ પરથી ‌આવતી-જતી તમામ એસટીની બસોને ડાઇવર્ટ કરવામાં આવી છે. રૂટની તમામ બસોને હવે વાયા કડોદરા થઈને નવસારી જશે. > એન.એમ.રાજગુરૂ,સુરતએસટી નિયામક

પથ્થરમારોકરી બસને આગ ચાંપી દેવામાં આવી

^બિહારમાંઆંબેડકરના પુતળાને ઠપ્પડ મારતો વિડીયો વાયરલ થયો હતો. જેના કારણે સ્થાનીક ટોળાએ જ્ય ભીમના નારા લગાડીને બસને રોકીને પથ્થરમારો કરી આગ ચાંપી દીધી હતી. બાબતે રાયોટીંગનો ગુનો નોંધવા માટે તજવીજ શરૂ કરી છે. તેમજ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને હાલમાં પરિસ્થિ્તી નિયત્રંણમાં છે. > એમ.એસ.ભાભોર-ડીસીપી-સુરતપોલીસ

ભેસ્તાનના પ્રેમનગર પાસે વલસાડથી-સુરત આવતી એસટી બસમાં આગ લાગતાં મુસાફરો ચાલુ બસે કૂદવામાં માંડ્યા હતા. જોકે જોત જોતામાં આગની જ્વાળાઓ વધવા લાગી ગઈ હતી. ફાયરે એક કલાકમાં આગ પર કાબુ મેળવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો