તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • આજે યોગીચોકમાં યોજાનારી અનામત મંથન મહાસભાને રદ કરવાની જાહેરાત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે યોગીચોકમાં યોજાનારી અનામત મંથન મહાસભાને રદ કરવાની જાહેરાત

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાસ સમિતિના કન્વીનર અલ્પેશ કથીરીયા અને ધાર્મિક માલવિયાએ પત્રકાર પરીષદમાં જણાવ્યું હતું કે યુપીમાં ભાજપનો વિજય થયો તેને ધ્યાને રાખીને વિજયોત્સવ મનાવાઇ છે. તેને પોલીસ વિભાગે મંજૂરી આપી છે. જ્યારે પાસ સમિતિએ પુણા યોગીચોક ખાતે જાહેરસભાની મંજુરી નહીં આપીને ભાજપનો હાથો બનીને રીતનો પ્રયાસ કરી રહી છે. તેની સામે આગામી દિવસોમાં પાસ સમિતિ વિરોધ પ્રદર્શન પણ કરશે. જ્યારે પોલીસે પણ ભાજપનો હાથો બનીને કાર્યવાહી કરવાને બદલે લોકશાહી પ્રણાલી પ્રમાણે પોતાનુ વર્તન કરવુ જોઇએ.

ઉપરાંત અલ્પેશ કથીરીયાએ જણાવ્યુ હતુ કે ધોરણ 10 અને 12ના વિધાર્થીઓની પરીક્ષાને ધ્યાને રાખીને પુણા યોગીચોકની અનામત મંથન મહાસભાને મંજુરી આપી નહીં હોવાના કારણે પાસ સમિતિએ સભા નહીં કરવાનો નિર્ણય કર્યો છે. કારણ કે સોશિયલ મિડીયામાં અનામત મંથન મહાસભાના ખોટા મેસેજ નહીં જાય તે માટે સભાને હાલ પુરતી મોકુફ રાખવામાં આવી છે. જ્યારે આગામી દિવસોમાં નવી રણનિતી તૈયાર કરીને કાર્યક્રમો આપવામાં આવશે.

હાર્દિકને નહીં, પાટીદારના અન્ય કાર્યક્રમને મંજૂરી

રવિવારે યોગીચોક ખાતે યોજાનારી હાર્દિક પટેલની સભાની પરવાનગીની અરજી પોલીસે નામંજૂર કરી વિદ્યાર્થીની પરીક્ષાનું કારણ આગળ ધરી દેવામાં આવ્યું હતું, જ્યારે શનિવારે પોલીસે પાટીદાર અનામત આંદોલન દ્વારા અન્ય કાર્યક્રમોને પરમીશનો આપી હતી. જેમાં સચિન વિસ્તારમાં સત્કાર સમારોહ, ખટોદરા પોલીસની હદમાં જાહેરસભા ઉપરાંત અઠવા વિસ્તારમાં પ્રતિક ઉપવાસ અને રેલીની પરમીટ કાપોદ્રાના, સરથાણા, વરાછા, મહિધરપુરા, સલાબતપુરા, ખટોદરા અને અઠવા પોલીસની હદમાંથી પરમીશન આપવામાં આવી છે.

આગેવાનો ચોથી વખત પાણીમાં બેસી ગયા

પાટીદારઅનામત આંદોલન સમિતિના આગેવાનો સુરતમાં ચોથી વખત પાણીમાં બેસી ગયા છે.

1. 5મી માર્ચે યોગીચોકમાં જાહેરસભા કરવાની વાત કરી હતી, તે વખતે પણ પોલીસે પરવાનગી આપતાં પાટીદારના કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો.

2. પૂણા પોલીસ મથકને ઘેરાવ કરવાની વાત કરી હતી. તે વખતે હાર્દિક ખુદ આવ્યો હતો પણ પોલીસ સ્ટેશન ઘેરવાની વાત પડતી મૂકી હતી.

3. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના સત્કાર સમારંભમાં તોફાનો કરાવવાની વાત વખતે પણ પાસના આગેવાનો નિષ્ફળ રહ્યા હતા.

4. તા. 19મી માર્ચે યોગીચોકમાં હાર્દિકની સભા પોલીસ મંજૂરી નહીં આપે તો પણ યોજાશે તેવું કહેનારા પાસના આગેવાનો એકાએક પાણીમાં બેસી ગયા અને સભા પણ મોકૂફ રાખવામાં આવી હોવાની સત્તાવાર જાહેરાત કરી.

બીજેપીનો હાથો બની લોકશાહીને બદલે ઠોકશાહીથી વર્તતી પોલીસ : પાસ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો