તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોલમાર્ક ટ્રાવેલ્સનો સરવે સર્ચમાં ફેરવાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વીક-એન્ડમાં પણ કામ | શહેરમાં શનિવારની રજામાં પણ અધિકારીઓના 6 જગ્યાએ સરવે

ગત્ રોજ રેન્જ-9 દ્વારા પીપલોદ ખાતે આવેલી બ્લેક પેપર હોટલમાં તપાસ કરવામાં આવી હતી. હોટલ માલિકે મીયાણી અટકધારીએ નોટબંધી દરમિયાન રૂપિયા 50 લાખની ડિપોઝિટ કરી હતી. શનિવારે હિસાબોની ચકાસણી બાદ રૂપિયા 48 લાખ પીએમજીકેવાય હેઠળ કબૂલ કરાયા હતા. જ્યારે હિસાબોમાં અન્ય ગડબડના લીધે રૂપિયા 37 લાખ વધારાના જાહેર કરાયા હતા. આમ, બ્લેક પેપરની કુલ બેનામી આવકનો આંક રૂ. 85 લાખ પર પહોંચ્યો હતો. ઉપરાંત ગતરોજ વરાછાના શાહ ફૂટવેરમાં પણ તપાસ થઈ હતી. રૂ. 65 લાખની ડિપોઝિટના આધારે શરૂ કરાયેલી તપાસમાં શનિવારે પીએમજીકેવાય હેઠળ રૂ. 54 લાખ જાહેર કરાયા હતા. જોકે શનિવારની રજા હોવા છતાં સરવે શરૂ કરાયા હતા. જેમાં રેન્જ-3ની ટીમ ઘોડદોડ રોડ સ્થિત શ્રી બાલાજી જ્વેલર્સ પર પહોંચી હતી જેણે નોટબંધીમાં રૂ. 4.75 કરોડ જમા કરાવ્યા હતા. પૂછતાછ બાદ જવેલર્સે 4.50 કરોડ પીએમજીકેવાય હેઠળ જાહેર કર્યા હતા. રેન્જ-3ની એક ટીમ સાયણ સ્થિત પીવીસી પાઇપ બનાવનાર મેટ્રો પ્લાસ્ટને ત્યાં તપાસ કરાઈ હતી જેણે રૂ. 79 લાખની ડિપોઝિટ કરી હતી. આઇટી સૂત્રોએ કહ્યું કે બે મહિનાથી ફેક્ટરી બંધ છે અને પિતાને અઠવાગેટની હોટલમાં દાખલ કરાયા છે. જ્યારે રેન્જ-3ની ટીમ દ્વારા ઘોડદોડ રોડના હોલમાર્ક ટૂર એન્ડ ટ્રાવેલ્સ પર તપાસ કરી હતી. સંચાલકે રૂ. 4 કરોડ બેન્કમાં ડિપોઝિટ કર્યા હતા. જે પૈકી રૂ. 2 કરોડ પીએમજીકેવાયમાં જાહેર કર્યા હતા. તપાસ દરમિયાન રૂ. 90 લાખની નવી કરન્સી મળી આવતાં નિયમ મુજબ તરત ઇન્વેસ્ટિગેશન વિંગને તપાસ માટે બોલાવી લેવાઈ હતી. હાલ વિંગની ટીમ તપાસ કરી રહી છે. રૂપિયા 90 બુકિંગના હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે.

કોને-કોને ત્યાં તપાસ

{બ્લેક પેપર હોટલ, પિપલોદ

{ શાહફુટવેર, વરાછા

{ શ્રી બાલાજી જ્વેલર્સ, ઘોડદોડ રોડ

{ અલીશાન ચીકન, સૈયદપુરા

{ મેટ્રો પ્લાસ્ટ, સાયણ

{ હોલમાર્ક ટૂર એન્ડ ટ્રાવેલ્સ, ઘોડદોડ રોડ

વિંગના75 અને રેંજના 25 કરોડનો સમાવેશ

આજેથયેલી રૂપિયા 8 કરોડની જાહેરાત બાદ સુરતમાંથી પીએમજીકેવાયમાં સુરતમાંથી કુલ રૂપિયા 100 કરોડની જાહેરાત થઈ છે. જે પૈકી વિંગમાંથી રૂપિયા 75 કરોડ અને રેન્જના રૂપિયા 25 કરોડનો સમાવેશ થાય છે.

પીએમજીકેવાયમાં રૂપિયા 7.88 કરોડની જાહેરાત, સુરતે રૂપિયા 100 કરોડ ક્રોસ કર્યા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

    વધુ વાંચો