તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચીકનના 28 વેપારીઓએ રૂપિયા 25 કરોડ જમા કર્યા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચીકનના ધંધામાં ઘી-કેળાં હોવાનું નોટબંધી બાદ સામે આવ્યું

શહેરનીવસ્તી 50 લાખનો ફિગર ક્રોસ કરી ગઈ છે તેની સાથે-સાથે ચીકન ખાનારાઓની સંખ્યા પણ કુદકે ને ભૂસકે વધી રહી છે. નોટબંધી બાદ ચીકનના વેપારીઓનો વકરો સામે આવી રહ્યો છે. જે જોઇ અધિકારીઓના ભવા પણ ઊંચા થઈ ગયા છે. અધિકારીઓ પાસેની કુલ 27 ચીકનના વેપારીઓએ 25 કરોડ બેન્કમાં ડિપોઝિટ કર્યા છે.

અગાઉ ચીકનના બે વેપારીઓ આઇટીના સાણસામાં આવી ગયા હતા. આજે સૈયદપુરાના અલીશાન નામના ચીકનના વેપારીને ત્યાં સરવે કરાયો હતો જેણે પીએમજીકેવાય હેઠળ રૂપિયા 36 લાખ કબૂલ્યા હતા ઉપરાંત હિસાબોની ચકાસીને અધિકારીઓએ રૂપિયા 30 લાખનું વધારાનું ડિસ્કલોઝર પણ મેળવ્યુ હતુ. વેપારીએ નોટબંધી દરમિયાન રૂપિયા 1.12 કરોડ બેન્કમાં ડિપોઝિટ કર્યા હતા. તપાસ સાથે સંકળાયેલાં આઇટી અધિકારીએ કહ્યુ કે વેપારી મહારાષ્ટ્ર તરફથી જીવતી મરઘીઓ લાવે છે અને તેને લોકલ માર્કેટમાં વેચે છે. તેનું રોજનું ટર્નઓ‌વર એક લાખ રૂપિયા છે. નોંધનીય છે કે અગાઉ ચીકનના જે બે વેપારીઓને સાણસામાં લેવાયા હતા તેઓએ પણ રૂપિયા સવા કરોડથી વધુની ડિપોઝિટ બેન્કમાં કરી હતી. અધિકારીઓ પાસે સમગ્ર સાઉથ ગુજરાતની વિગતો આવી રહી છે જેમાં ચીકનના 28 વેપારીઓની યાદી છે.

ઠેર-ઠેર ચીકનની ડિમાન્ડ

જયારેબ્લ્ડફલૂની હવા ચાલે છે ત્યારે લોકો ચીકન ખાવાનુ ટાળે છે. સિવાય ચીકનની ભારે ડિમાન્ડ રહેતી હોય છે. સુરત મીટ મર્ચન્ટ એસો. સાથે સંકળાયેલાં અને ઓલ ઇન્ડિયા કુરૈશ જમાતના મેમ્બર સરવર નગદ કહે છે કે શહેરમાં નાની-મોટી એવી 100 જેટલી હોટલો છે જેમાં ચીકન પીરસવામાં આવે છે. જેના લીધે ચીકનની ડિમાન્ડ વધે છે. શહેરમાં ચીકનની કુલ 1500 જેટલી દુકાન છે. જેમાં સરેરાશ રૂપિયા 8000નો વકરો પણ પકડીએ તો રૂપિયા 1.20 કરોડનું રોજનું ટર્નઓવર છે.

બોર્ડમાંથી આવી રહેલી વિગતોના આધારે અધિકારીઓએ ચીકનના 3 વેપારીઓને ત્યાં તપાસ કરી : સૈયદપુરાના અાલીશાન ચીકનમાં પણ તપાસ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો