તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સ્થાયીમાં વિવાદિત ઠરાવો પહેલાં અમને પણ જાણ કરો : ડે. મેયર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાયીમાં વિવાદિત ઠરાવો પહેલાં અમને પણ જાણ કરો : ડે. મેયર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છેલ્લાએક મહિનામાં સ્થાયી સમિતિમાં કરવામાં આવેલા ઠરાવ અંગે વિવાદ બહાર આવ્યા છે. આવા ઠરાવ કરતાં પહેલાં અમારૂં ધ્યાન તો દોરો તેવી વાત સંકલન બેઠકમાં ડેપ્યુટી મેયરે કરતાં સ્થાયી સમિતિના ચેરમેન તથા નિરવ શાહ વચ્ચે તૂ તૂ મૈં મૈં થઇ ગઇ હતી.

પાલિકાની સ્થાયી સમિતિની બેઠક યોજાય તે પહેલાં શહેર ભાજપ કાર્યાલય ખાતે સંકલન બેઠક યોજાઇ હતી. સંકલન બેઠકમાં ડેપ્યુટી મેયર શંકર ચેવલીએ સ્થાયી સમિતિમાં વધારાના કામમાં કરવામાં આવતા વિવાદીત ઠરાવો સામે વાંધો લીધો હતો. તેમજ જણાવ્યું હતું કે આવા ઠરાવ કરવામાં આવે ત્યારે સંકલનમાં તેની જાણ કરીને ચર્ચા તો કરો એટલે અમને ખબર પડે. તો તમે વિવાદીત ઠરાવ કરી દો અને અખબારમાં આવે ત્યારે અમને ખબર પડે છે. તેના કારણે સ્થાયી સમિતિના ચેરમેન રાજેશ દેસાઇએ ખુલ્લો પ્લોટ ટ્રાવેલ્સ એજન્સીને ભાડે આપવાનો ઠરાવ મારા સમયમાં કરવામાં આવ્યું નથી તેવી વાત કરી હતી. ત્યાર બાદ રન ફોર તાપીના મુદે જણાવ્યું હતું કે આયોજકો દ્વારા ફી ઉઘરાવાનો મુદ્દો હોવાથી તેઓને સુવિધાનો નિર્ણય કરવામાં આવ્યો હોતો. તેની સામે તરત નિરવ શાહે જણાવ્યું હતું કે ખુલ્લા પ્લોટને ભાડે આપવાનો ઠરાવ દોઢેક મહિના પહેલાં થયો છે તેથી તે મારા સમયમાં કરવામાં આવ્યો નથી.

ભાજપ સંકલનમાં ડે. મેયર, સ્થાયી ચેરમેન અને નીરવ શાહ વચ્ચે જામી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો