તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • ભણતર છોડ્યાનો પસ્તાવો થતાં 33 વર્ષીય યુવક પરીક્ષામાં બેઠો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભણતર છોડ્યાનો પસ્તાવો થતાં 33 વર્ષીય યુવક પરીક્ષામાં બેઠો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાંદેર ઉગત નહેર પાસે આવેલી પુષ્પકુંજ સોસાયટીમાં રહેતા 33 વર્ષિય મહેશ નારાયણભાઈ જામેલીયા શહેરની એક જવેલર્સ શોપમાં સેલ્સમેન તરીકે ફરજ બજાવે છે. તેમના પરિવારમાં પત્ની સહિત બે પુત્રી છે. દરમિયાન મહેશ ધોરણ-9 સુધી ભણ્યા બાદ તે તેને રૂપિયા કમાવાની લાલચ જાગતા તે એક જવેલર્સ શોપમાં સેલ્સમેન તરીકે નોકરી પર લાગી ગયો હતો. તાજેતરમાં મહેશને વિદેશમાં નોકરીની માટેની ઓફર મળી હતી. જેમાં પગાર ધોરણ પણ ખુબ ઉંચુ હતું. જો કે, તેનું એસએસસી પાસ ના હોવાને કારણે તેને નોકરી મળી ના હતી અને તેના મિત્રને નોકરી મળી ગઈ હતી. જેને લઈ તેને ખુબ મન દુખ થયું હતું અને પોતે ભણતર અધૂરૂ છોડી દીધોનો પછવાતાવો થયો હતો. જેને લઈ તેણે ફરી પરીક્ષા આપવાનો નિણર્ય લીધો હતો.

ફોર્મભરવાની તારીખ પુરી થઈ જતાં વડોદરા જઈ ફોર્મ ભર્યું | મહેશનેભણતર છોડ્યાનો પછતાવો થતા તેણે તાત્કાલિક ધોરણ-10 બોર્ડની એક્ટર્નલ પરીક્ષા અપવવા માટે અડાજ ણની દાળીયાવાળા સ્કૂલમાં ફોર્મ ભરવા માટે ગયો હતો. પરંતુ ફોર્મ ભરવાની તારીખ પુરૂ થઈ જતા તેણે વડોદરા ફોર્મ ભર્યું હતું. જ્યાંથી તેને જણાયું હતું કે તેને અમદાવાદ સેન્ટર મળશે. પરંતુ સદનસીબે તેને સુરતની પ્રાઈમ ર્કેડ પર આવેલી સ્વામિનારાયણ એચ વી સ્કૂલમાં સેન્ટરમાં મળ્યું હતું.

SSC પાસ હોવાથી વિદેશમાં નોકરી ના મળી

મહેશભાઈ શિક્ષક સાથે

ભણવાની ઈચ્છા જોઈ શિક્ષકે ફી પણ ના લીધી

બોર્ડનુંફોર્મ ભર્યા બાદ મહેશ યોગ્ય શિક્ષકની શોધમાં હતો. દરમિયાન મહેશના સંબધીની બે છોકરીઓ અડજણમાં સેજલ શાહ નામની શિક્ષિકાને ત્યાં ભણી હતી. જેથી મહેશ તેમના રેફરન્સથી ત્યાં જઈ શિક્ષિકા સેજલ શાહને પાસે ગયો હતો. જ્યાં તેણે પોતાની તમામ વ્યથા જણાવી હતી. જેના બાદ સેજલ શાહે મહેશને પંખવાડીયા સુધી ભણાવ્યું હતું. તે દરમિયાન મહેશની ભણવાની ઈચ્છા જોઈ સેજલ શાહે એક રૂપિયો ફિ ના લેવાનું નક્કિ કર્યું હતું. ઉપરથી હેશને ભણવા માટે મટીયલ્સ લાવી આપ્યું હતું.

સેલ્સમેન મહેશ બે સંતાનનો પિતા છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો