તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

8 કરોડના કાળા નાણાંની કબૂલાત

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત/રાજકોટ/મોરબી| સુરતમાંઆવકવેરા વિભાગ દ્વારા શનિવારની રજા છતાં કુલ જગ્યાએ સરવે હાથ ધર્યો હતો. સુરતમાં શનિવારે પીએમજીકેવાય હેઠળ કુલ રૂપિયા 7.88 કરોડની બેનામી આવક જાહેર કરાઈ હતી. જ્યારે રાજકોટ અને મોરબીમાં પણ સરવે દરમિયાન એક કરોડ રૂપિયાનું કાળુ નાણું પકડ્યું હતું. મોરબીની બે પેઢીમાંથી 91 લાખની કરચોરી ઝડપાઈ છે.

સુરતમાં ટ્રાવેલર્સ, જ્વેલર્સ ITના સાણસામાં નોટબંધી બાદ રૂપિયા 50 લાખથી વધુની ડિપોઝિટના

...અનુસંધાન પાનાં નં.11

(સંલગ્નઅહેવાલ પાના નં.2)

એકહજાર કેસની વિગતો આવ્યા બાદ આવકવેરા અધિકારીઓએ શનિવારની રજા હોવા છતાં સુરતમાં કુલ જગ્યાએ સરવે હાથ ધર્યો હતો. શનિવારે કાળા નાણાની સ્વૈચ્છિક કબુલાત કરવા માટેની પ્રધામંત્રી ગરીબ કલ્યાણ યોજના (પીએમજીકેવાય) હેઠળ કુલ રૂપિયા 7.88 કરોડની બેનામી આવક જાહેર થઈ હતી. સાથે સુરતમાં યોજના હેઠળ થયેલી કબુલાતનો આંકડો 100 કરોડ રૂપિયાને પાર થયો છે.

નોટબંધી દરમિયાન મોટાપ્રમાણમાં નોટ જમા કરાવનારાઓ પાસેથી આઇટી વિભાગે હિસાબ માંગવાનુ શરૂ કર્યું છે. રાજકોટમાં વધુ બે પેટ્રોલપંપમાં અને બે પેઢીમાં સરવે હાથ ધરવામાં આવ્યો છે. ઉપરાંત મોરબીમાં બે અને એક ઉપલેટામાં પેઢીમાં તપાસ કરવામાં આવી હતી. 3 પેઢીમાંથી અંદાજે એક કરોડ રૂપિયાનું કાળું નાણું પકડાયું હતું, એક પેઢીમાંથી દસ્તાવેજ જપ્ત કરવામાં આવ્યા છે, જ્યારે ત્રણ પેઢીમાં સરવેની કામગીરી ચાલુ છે.

ઇન્કમટેક્સ વિભાગમાંથી મળતી માહિતી મુજબ ઇન્વેસ્ટિગેશન વિંગની ટીમે રાજકોટમાં માધાપર ચોકડી પાસે આવેલા જય સોમનાથ પેટ્રોલિયમ અને રાજકોટ ગોંડલ હાઇવે પર સ્થિત લાભ પેટ્રોલિયમમાં શનિવારે બપોરથી સરવેની કામગીરી શરૂ કરી હતી. રાજકોટ ઇન્વેસ્ટિગેશન વિંગના વડા પંકજ શ્રીવાસ્તવે નોટબંધીના સમયથી પેટ્રોલ પંપમાં સરવેની કામગીરી શરૂ કરી હતી, જેના પગલે સમગ્ર દેશમાં હવે પેટ્રોલ પંપમાં સરવે ચાલી રહ્યા છે. આવકવેરા વિભાગની રેન્જ-2ના અધિકારીઓએ રાજકોટમાં પેલેસ રોડ ખાતે ગોપાલ ઘીની એજન્સી ધરાવતી પેઢી બાલવી ટ્રેડર્સ અને રૈયા રોડ પરની કાનાબાર એન્ટરપ્રાઇઝમાં સરવે હાથ ધર્યો હતો. સરવેના અંતે બાલવી ટ્રેડર્સમાંથી 12 લાખનું ડિસ્કલોઝર જાહેર થયું છે, કાનાબાર એન્ટરપ્રાઇઝમાંથી દસ્તાવેજ જપ્ત કરાયા છે. ઉપલેટામાં રેન્જ 1ની ટીમ દ્વારા એક પેટ્રોલપંપમાં તપાસ ચાલી રહી છે. મોરબીમાં કમલેશ ગેસ એજન્સીમાંથી 70 લાખ અને ગણેશ મિનરલમાંથી 21 લાખ રૂપિયાનું ડિસ્કલોઝર તપાસના અંતે જાહેર કરવામાં આવ્યું છે.

સુરતમાં આઈટીનો સરવે, રાજકોટ-મોરબીમાં એક કરોડ ઝડપાયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો