તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • કાપોદ્રા પોલીસે પાંચ પાટીદારોને ડીટેઇન કર્યા

કાપોદ્રા પોલીસે પાંચ પાટીદારોને ડીટેઇન કર્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વરાછાનાપાટીદાર વિસ્તારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 3ડી સ્કીનવાળી ગાડીને અટકાવતા મામલો કાપોદ્રા પોલીસમાં પહોંચ્યો હતો. બીજી તરફ ઘટનાને પગલે કાપોદ્રા પોલીસે ત્યાં આવીને પાટીદારના પાંચ યુવકોને પકડી લાવીને પોલીસ સ્ટેશને લઈ આવી હતી. જ્યા પાંચેયને પોલીસે ડીટેઇન કરીને ગણતરીના કલાકોમાં છોડી દીધા હતા. બીજી તરફ એવી પણ વાતો સામે આવી હતી કે વડાપ્રધાન નરેન્દ્ન મોદીની 3ડી સ્કીનવાળી ગાડી પાટીદારોએ અટકાવીને તેની ઉપર પથ્થરમારો કરીને તોડફોડ કરી હતી. જો કે વાતનો પોલીસે ઈનકાર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...