તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • શાળાના સંચાલકોની અવળચંડાઈને કારણે ફી કમિટીને તપાસમાં વિલંબ

શાળાના સંચાલકોની અવળચંડાઈને કારણે ફી કમિટીને તપાસમાં વિલંબ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફીવધારો માટે દરખાસ્ત કરનાર ખાનગી શાળા સંચાલકોએ દરખાસ્તમાં અપૂરતી માહિતીઓ આપતા ફી નિયમન કમિટીને કામગીરી કરવામાં ભારે વિલંબ થઇ રહ્યો છે. જેને પગલે આજદિન સુધીમાં ફી નિયમન કમિટી એક પણ શાળાની દરખાસ્ત મંજૂર કરી શકી નથી.

સરકારે ખાનગી સ્કૂલ્સ એક્ટ મુજબ ફી સ્ટ્રક્ચરથી ઓછી ફી વસૂલતી શાળાએ એફિડેવિટ જ્યારે વધુ ફી વસૂલવા માંગતી શાળાઓ પાસે દરખાસ્ત મંગાવવામાં આવી હતી. જેમાં સુરત ઝોનની દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાની કુલ 1762 ખાનગી શાળાઓએ એફિડેવિટ કરી હતી. જ્યારે 124 ખાનગી શાળાઓએ ફી વધારવાની માંગણી સાથે દરખાસ્ત કરી હતી. જ્યારે સુરતની 505 ખાનગી શાળા સહિત દક્ષિણ ગુજરાતની 572 ખાનગી શાળા સમયમર્યાદા વધારવાની માંગણી સાથે હાઇકોર્ટમાં ગઇ હતી. જ્યારે હાઇકોર્ટમાં જનાર 281 શાળાને નોટિસ ફટકારવામાં આવી હતી. પરંતુ મહત્વની વાત છે જે ખાનગી શાળા સંચાલકોએ ફી વધારવા માટે દરખાસ્ત કરી છે. દરખાસ્તમાં ઘણી જરૂરી માહિતીઓ રજૂ કરી નથી. ખાસ કરીને શાળાઓ ફી વધારા માટે યોગ્ય કારણ દર્શાવ્યું નથી. જેના કારણે ફી નિયમન કમિટીને દરખાસ્ત મંજૂર કરવામાં ભારે વિલંબ થઇ રહ્યો છે. આજદિન સુધીમાં કમિટી એક પણ શાળાની દરખાસ્ત મંજૂર કરી શકી નથી. આજે પણ ફી નિયમન કમિટીની બેઠક મળી હતી. જેમાં વિવિધ દરખાસ્તોની તળિયાઝાટક તપાસ કરાઇ હતી. દરખાસ્તોમાં પણી ઘણી અપૂરતી માહિતીઓ હોવાનું સામે આવ્યું હતું. શાળા સંચાલકોના મનમાં એમ હતું કે આટલી બધી દરખાસ્તો તપાસ કરાશે નહીં, કમિટી જોયા વગર મંજૂર કરી દેશે! પરંતુ કમિટી દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવી રહી છે. જેથી શાળા સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે. આગામી 17 જૂનના રોજ કમિટીએ કેટલીક શાળાઓને પૂરતી માહિતીઓ સાથે હાજર રહેવા આદેશ કર્યો છે.

દરખાસ્તમાં ફી વધારા સહિતની પૂરતી માહિતી આપી

અન્ય સમાચારો પણ છે...