તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • લિંબાયતમાં યાર્નદલાલનું અપહરણ પત્નીને વોટ્સએપ પર ફોટો મોકલ્યો

લિંબાયતમાં યાર્નદલાલનું અપહરણ પત્નીને વોટ્સએપ પર ફોટો મોકલ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લિંબાયતમાંરહેતા યાર્ન દલાલનું ધંધાકીય હરીફાઈમાં અપહરણ કરી તેની પત્નીના વોટ્સઅેપ તેનો કિડનેપ કરેલો ફોટો અને ધમકીનો મેસેજ મોક્લ્યો હતો. અપહરણના ચાર દિવસ થયા છતાં યાર્ન દલાલનો કોઈ વાવડ મળતા છેવટે પરિવારે લિંબાયત પોલીસમાં અપહરણનો ગુનો નોંધી ઉચ્ચ પોલીસ અધિકારીની સુચનાથી ગુપ્ત રાહે ક્રાઈમબ્રાંચની સાથે સ્થાનીક પોલીસે ટીમો બનાવીને તપાસ શરૂ કરી છે.પરવત પાટીયામાં માધવ રેસીડન્સીમાં રહેતા હિતેશ વિઠ્ઠલ પટેલ યાર્નની દલાલી કરે છે. ગત 7મી તારીખે તેઓ ધંધાના કામ અર્થ ગયા હતા અને પત્નીને રાત્રે મોડા આવવાની વાત કરી હતી. જ્યારે રાત્રે ઘરે આવતા પત્નીએ મોબાઈલ પર સંપર્ક કરતા સ્વિચ ઓફ આ‌વતો હતો. મોડી રાત સુધી ઘરે આ‌વતા પત્નીએ તેના ભાઈ અને પિતાને જાણ કરતા તેઓ ઘરે દોડી આવ્યા હતા. વેપારીના મોબાઈલથી બીજા દિવસે સવારે 6.53 વાગ્યે પત્નીના મોબાઈલ પર વોટસઅપ પર ધમકીનો મેસેજ આવ્યો હતો. જેમાં એવુ લખ્યું હતું કે ‘આપ કે સોહેર કો બોલો કી ધંધે મે સે નિકલ જાયે હમારા લાસ્ટ મહિને 25 લાખ કા કસ્ટમર તોડા હૈ યે મે બરદાસ્ત નહી કર સકતા યે તો ટ્રેલર દિખાયા હૈ અગર નહી માનો તો ઈસસે ભી બુરા હાલ હોગા આપ કે સોહર કો સમજાવો ઔર ધંધા છોડ દો મે આપકા જવાબ કા ઈન્તજાર કરૂગા આપ કે સોહર કો કુછ નહી હોગા દો સે તીન દિન મે અગર યે ધંધા છોડ દેગેં તો હમ છોડ દેગે, મોબાઈલ ટ્રેસ કરને કી કોશિશ મત કરના હમ લોગ રાત કો યાહા સે નિકલ જાયેગે મે દો ઘંટે કે બાદ મોબાઈલ ચાલુ કરૂંગા તબ તક આપ કોઈ રાય લેલો ઐાર મુઝે બચાલો’ મેસેજને પગલે પત્ની ગભરાય ગઈ હતી અને તેણે અપહરણકર્તાને વળતો જવાબ આપ્યો કે ‘જૈસા આપ કહોગે વૈસા હમ કરેગે ધંધા ભી હમ છોડ દેગે આપ પ્લીઝ કબ તક છોંડેગે’ અપહરણકર્તાએ બીજા દિવસે સવારે 7.28 વાગ્યે પાછો તેની પત્નીના મોબાઈલ પર તેના પતિનો ફોટો મોકલ્યો હતો. ફોટામાં એક પલંગ પર સુવડાવીને તેના મોઢામાં ડૂચો મારીને તેના હાથ-પગ બાંધેલા હતા. બીજી તરફ યુવક પહેલા ડબલીગ મશીનનું કારખાનું ચલાવતો હતો તે વખતે શેરબજારનો ધંધો પણ કરતો હતો તેમજ તેણે તેના પડોશી મિલન પટેલ પાસેથી 50 હજાર અને તુષાર પાસેથી 1.50 લાખની રકમ ઉછીની લીધી હતી. જે અંગે બન્ને પડોશીઓએ પરિવારને વાત કરી હતી પોલીસ તેનું લોકેશન મેળવવા પોલીસ તજવીજ કરી રહી છે.

રૂમમાં હાથ-પગ બાંધી મોં પર ડૂચો મારેલો ફોટો મોકલી ધમકી આપી, ચાર દિવસ થયા છતાં વેપારીની હજી ભાળ મળી નથી

‘હમારા લાસ્ટ મહિને 25 લાખ કા કસ્ટમર તોડા હૈં, મૈં બરદાસ્ત નહીં કર સકતા’

અન્ય સમાચારો પણ છે...