તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કતારગામના રત્નકલાકારનો ઝેર પી આપઘાત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરોલી-છાપરાભાઠાજવાના તાપી પાળા પર એક રત્નકલાકારે ઝેરી દવા પી લીધી હતી. ત્યાર બાદ મિત્ર નરેશને ફોન કરીને જાણ કરતાં મિત્ર તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે લઈ ગયો હતો. સારવાર દરમિયાન શુક્રવારે રાત્રે મોત થયું હતું.

કતારગામની મહેક રેસીડેન્સી ખાતે રહેતાં પ્રતાપ કુંરજીભાઈ વાઢેર (30) ગત તારીખ 7મી ના રોજ બપોરના સુમારે અમરોલી-છાપરાભાઠા જવાના તાપી પાળા પર ઝેરી દવા પી લીધી હતી. ત્યાર બાદ મિત્ર નરેશને ફોન કરીને જાણ કરતાં મિત્ર તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે લઈ ગયો હતો. તેનુ સારવાર દરમિયાન શુક્રવારે રાત્રે મરણ થયું હતું. અમરોલી પોલીસે આકસ્મિક મોત નોંધ કરી હતી. પ્રતાપ રત્નકલાકાર હતો અને આર્થિક સંકડામણમાં આકરું પગલું ભરી લીધું હોવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...