• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • RTEમાં સૌથી વધુ કતારગામ ઝોનમાં પ્રવેશ ફોર્મ જમા

RTEમાં સૌથી વધુ કતારગામ ઝોનમાં પ્રવેશ ફોર્મ જમા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાઇટટુ એજ્યુકેશન એકટ હેઠળ ગરીબ વર્ગના બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણ આપવા વર્ષ 2017ના શૈક્ષણિક વર્ષ માટે ઓનલાઇન એડમીશન પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે ત્યારે ચાલુ વર્ષે ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા હોવાથી અરજી માટે રાફડો ફાટી નિકળ્યો છે. સાત ઝોનમાં સૌથી વધુ કતારગામ ઝોનના રીસીવીંગ સેન્ટરમાં કુલ 444 પ્રવેશ ફોર્મ જમા થયા છે.

શિક્ષણ વિભાગ દ્વારા ઓનલાઇન એડમીશન પ્રક્રિયા શરૂ કરાઇ હતી. જેમાં ધો. 1-8ના બાળકોને પસંદગીની શાળાઓમાં મફત શિક્ષણ અપાય છે.સુરતમાં સાત ઝોન વાઇઝ 14 રીસીવીંગ સેન્ટરો પ્રવેશ ફોર્મ સ્વીકારવા શરૂ કરાયા હતા. કુલ 1198 ફોર્મ રીસીવીંગ સેન્ટરમાં જમા થયા છે. જેમાંથી કુલ 524 અરજી એપ્રુવ થઇ છે. સૌથી વધુ પ્રવેશ ફોર્મ સાત ઝોનમાંથી કતારગામ ઝોનમાં સૌથી વધુ 444 ભરાયા છે. જ્યારે સૌથી ઓછા પ્રવેશ ફોર્મ સેન્ટ્રલ ઝોનમાં 85 ભરાયા છે.

ઝોન વાઇઝ આંકડા

અન્ય સમાચારો પણ છે...