• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ 11 હજારથી વધારે આવાસનુ નિર્માણકાર્ય

સુરત |મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ 11 હજારથી વધારે આવાસનુ નિર્માણકાર્ય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ 11 હજારથી વધારે આવાસનુ નિર્માણકાર્ય પુરી કરી દીધા બાદ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 4 હજારની આસપાસ આવાસ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમાં પહેલા તબક્કામાં 1200 જેટલા આવાસ બનાવવાનુ નક્કી કરવામાં આવ્યુ હતુ. જ્યારે બીજા તબક્કામાં 1652 આવાસ બનાવવાનો નિર્ણય આજે ટેન્ડર સ્ક્રુટીની કમિટિમાં કરવામાં આવ્યો છે. તેમાં મગોબ ડુંભાલ ખાતે 1088, સીંગણપોર ટૂંકીમાં 452 અને કતારગામમાં 112 આવાસ બનાવવામાં આવનાર છે. તેમાં કતારગામ ખાતે બનાવવામાં આવનાર આવાસમાં જગ્યા ઓછી હોવાના કારણે ત્યાં ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ નહીં બનાવાયા બાકીના ત્રણેય સ્થળ પર ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવશે. તેના કારણે આવાસમાંથી આવતા ગંદા પાણીનો ટોયલેટમાં વપરાશ કરી શકાય તે પ્રમાણેની વ્યવસ્થા ઉભી કરવામાં આવનાર છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વધુ 1652 આવાસ બનાવાશે

અન્ય સમાચારો પણ છે...