• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ધનના નહીં પરંતુ શાસ્ત્ર, સંત અને સર્વેશ્વરના શરણાર્થી બનો

ધનના નહીં પરંતુ શાસ્ત્ર, સંત અને સર્વેશ્વરના શરણાર્થી બનો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |વ્યક્તિ કે પશુ પક્ષીને પ્રેમ જેટલો આપો તેટલો ઓછો પડે છે એમ રૂપિયા ગમે તેટલા મળે તો પણ મનને ઓછા પડે છે. કારણ મનને ધનની સાથે લાગણી છે, સમજે છેકે ધનમાં તાકાત છે. ધનમાં તાકાત છે પછી એને મરવા સમયે કોઇ સાથે લઇ જતું નથી. જે સાથે નથી લઇ જવાનુ તેની પાછળની દોટમાં જિંદગી ખોટમાં જવા દેવાઇ નહીં. ધનના શરણાર્થી નહિં પણ શાસ્ત્રો,સંતો અને ભગવાનના શરણાર્થી બની રહેવામાં લાભ છે. ભગવાનના ચરિત્રો રૂપી ધન કથામાંથી એકઠું કરવાનું છે.

એમા ધનની જેમ તૃપ્તિ માપવી. પૂજ્ય પ્રભુસ્વામીએ કહ્યું હતું કે, હોળીના દિવસે સવારે 7 વાગ્યે શ્રી ધર્મનંદન ઘનશ્યામ મહારાજનો 20મો પ્રતિઠોત્સવ ઉજવાશે.

અન્ય સમાચારો પણ છે...