• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ટેક્સટાઇલ મશીનરીઓના અેક્ઝિબિશન ઉદ્યોગ 2018ના ઉદ્દઘાટન પ્રસંગે હાજર રહેલા મુખ્યમંત્રી વિજય

ટેક્સટાઇલ મશીનરીઓના અેક્ઝિબિશન ઉદ્યોગ-2018ના ઉદ્દઘાટન પ્રસંગે હાજર રહેલા મુખ્યમંત્રી વિજય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટેક્સટાઇલ મશીનરીઓના અેક્ઝિબિશન ઉદ્યોગ-2018ના ઉદ્દઘાટન પ્રસંગે હાજર રહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉદ્દબોધન કરતાં જ્ણાવ્યું હતું કે, ચેમ્બર દ્વારા આયોજિત ઉદ્યોગ એ સમગ્ર ગુજરાતના વેપારીઓનું પ્રદર્શન છે. ગુજરાતીઓના ડીએનએમાં એન્ટરપ્રિન્યોરશીપ છે. ડાયમંડ અને ટેક્સટાઇલ વેપારમાં ગુજરાતના સુરતનો ફાળો મોટો છે. આપણા વડવાઓ 100-100 વર્ષ પહેલાં આફ્રિકા અને અન્ય દેશોમાં જઇ વેપાર શીખી દેશમાં સ્થાપ્યા છે. ઉદ્યોગ-2018માં હાજરી આપવા આવેલા ડેપ્યુટી હાઇ કમિશનર ઓફ બાંગ્લાદેશને આવકારતાં ઉમેર્યું હતું કે દુનિયાના એક છેડે સુરત છે અને એક છેડે બાંગ્લાદેશ છે. સુરત ટેક્સટાઇલનું હબ છે. બાંગ્લાદેશ ગારમેન્ટનું હબ છે. બાંગ્લાદેશમાંથી ગારમેન્ટનું મોટાપાયે એક્ષ્પોર્ટ થાય છે ત્યાંની બહેનોને મોટા પાયે રોજગારી મળે છે. નાનો દેશ ગારમેન્ટિંગ ક્ષેત્રે આગવું સ્થાન દાખવી શકે તો ગુજરાતનું સુરત ગારમેન્ટિંગમાં સારું કરી શકશે. નવી ગારમેન્ટિંગ પોલિસી અંતર્ગત મહિલા રોજગારીને પ્રોત્સાહન પુરૂં પાડવા જે કંપની મહિલાઓને રોજગારી આપશે તેને 5 વર્ષ સુધી મહિને રૂ. 4000નું ભથ્થું રાજ્યસરકાર આપશે. જેનાથી લાખો બહેનોને રોજગારી મળશે.ઉદ્યોગ અને વેપારનું ફેલાવો થશે. માર્કેટ કેપ્ચરિંગ વધશે. ચાઇના ટેક્સટાઇલ ક્ષેત્રે મોટો વેપાર ધરાવે છે. મોટું માર્કેટ કેપ્ચર કરે છે. ભારતમાં મોટું ડમ્પિંગ કરે છે. તેની સામે આપણે ટકવાનું છે.

અન્ય સમાચારો પણ છે...