તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

3 વર્ષ પછી ગુજરાતી ફિલ્મો પણ સો કરોડ કમાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
} ‘તું તો ગયો’માં લગ્ન જીવનની આટીઘુંટીને રમૂજ સાથે વર્ણવાઈ છે | નાટક,ટેલિવિઝન અને ગુજરાતી ફિલ્મો સાથે સંકળાયેલા મૂળ સુરતનાં ધર્મેશ વ્યાસ સહિત કુલ ચાર કલાકારો ‘તું તો ગયો’ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યાં છે. જે અંગે વાત કરતાં ધર્મેશ વ્યાસે જણાવ્યું હતું કે, ફિલ્મમાં લગ્નજીવનની આટીઘુંટી અને પુરુષનો સ્વભાવ રમૂજી શૈલીમાં વર્ણવવામાં આવ્યો છે અને સોસાયટીને એક હિડન મેસેજ આપ્યો છે.

}3 વર્ષમાં ગુજરાતી ફિલ્મ પણ 100 કરોડ પર પહોંચી જશે | ગુજરાતીફિલ્મ ઈન્ડસ્ટ્રીનાં બદલાઈ રહેલા ટ્રેન્ડ અંગે વાત કરતાં ધર્મેશ વ્યાસે જણાવ્યું કે, ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હવે ‘કુવામાંનો દેડકો’ નથી રહી. પણ, દરિયાની માછલી બની ગઈ છે. ટેકનોલોજી, ટ્રેન્ડ, જનરેશન ચેન્જ વગેરેને ધ્યાને લઈ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી વિસ્તરી રહી છે. જ્યાં હવે ગુજરાતની બહાર નહીં પણ, ભારતની બહાર જઈ ફિલ્મો બનાવવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. ગુજરાતી ઈન્ડસ્ટ્રી જે રીતે આગળ વધી રહી છે જોતા, 3 વર્ષમાં ગુજરાતી ફિલ્મો પણ 100 કરોડની કમાણી કરતી થઈ જશે.

}બોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રી પણ ગુજરાતી ફિલ્મમાં આવશે | ગુજરાતીફિલ્મોમાં બદલાયેલા યુગનો પડઘો બોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ પડ્યો છે. જ્યાં મોટાભાગનાં ફાઈનાન્સર ગુજરાતી છે. જે હવે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને આગળ લાવવા માટે આગળ આવી રહ્યાં છે. બોલીવુડનાં જાણીતા પ્રોડ્યુસર અને ડિરેક્ટર પણ ગુજરાતી ફિલ્મો સાથે કામ કરવા માટે આવી રહ્યાં છે.

ગુજરાતી ફિલ્મ જગત હવે એક નવા યુગમાં પ્રવેશી રહ્યું છે. નવો યુગ ગુજરાતી ફિલ્મોથી દૂર થઈ ગયેલા ગુજરાતીઓને ફરી ગુજરાતી ફિલ્મો તરફ વાળશે. ગુજરાતીઓ માટે પોતાની ભાષામાં મનોરંજનની નવી દિશા સાથે શંકુઝ એન્ટરટેઈનમેન્ટ સાથે મળી ધ્વનિ ગૌતમ ‘તું તો ગયો’ નામની ફિલ્મ લાવી રહ્યાં છે. જેમાં દિવ્ય ભાસ્કર મિડીયા પાર્ટનર છે. ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ થાઈલેન્ડના બેંગકોકમાં 45 ડિગ્રી તાપમાન વચ્ચે થયું છે. ‘તુ તો ગયો’ની સ્ટાર કાસ્ટે બુધવારે ‘દિવ્ય ભાસ્કર’ની મુલાકાત લીધી હતી અને ફિલ્મ સાથે જોડાયેલી રસપ્રદ વાતો શેર કરી હતી.

ANCHOR

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો