તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાર્વજનિક ઉત્સવને ફરી અખંડિત બનાવવો પડશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

સોશિયલઇનિશ્યેટર

વર્ષે જે શતાબ્દી વર્ષની ઉજવણી કરી રહ્યું છે. એવા ભારત સેવાશ્રમ સંઘ દ્વારા ઈ.સ. 1942માં હિન્દુમિલન મંદિર, સોની ફળિયા ખાતે સાર્વજનિક ગણેશોત્સવની ઉજવણીની શરૂઆત કરવામાં આવેલી. જેની પાછળનો મુખ્ય ઉદ્દેશ વિદેશી આક્રમણ અને ગુલામીની સામે સમાજનું સશક્તિકરણ અને સૌને સંગઠિત કરવાનો હતો. જેથી ત્યાં વ્યાપાર શાળા ચાલતી અને દસ દિવસનાં ગણેશોત્સવ દરમ્યાન આખું સુરત ત્યાં બાળકો સાથે એકઠું થતું. શિક્ષણ સંમેલન, ધર્મ સંમેલન, માતૃ સંમેલન, મહાભારત રામાયણ ગીતા દ્વારા બા‌ળકને સંસ્કાર આપવાના કાર્યક્રમો સૌ સાથે મળીને કરતાં. અંગ્રેજોથી આઝાદી મળ્યા બાદ આજે પણ ભારત સેવાશ્રમ સંઘે પરંપરા જાળવી રાખી છે. પરંતુ, આપણે સૌ વિખરાઈ ગયા. સંગઠિત થવાના સંસ્કારો ભૂલી શેરીએ શેરીએ ગણેશની સ્થાપના કરવા લાગ્યા. ધીમે ધીમે એમાંથી પણ ટુકડા થવા લાગ્યા અને હવે તો અેક શેરીમાં અનેક ગણેશ જેવા મળે છે. સમય, શક્તિ, પૈસા, એકતા, રાષ્ટ્રીય સંપતિનાં વ્યય સાથે અવાજનું પ્રદુષણ, દેખાદેખી, રસ્તા ઉપર મોટા મંડપ દ્વારા ટ્રાફિક અને હવાનું પ્રદુષણ, તાપી નદીને પ્રદુષિત કરી ખબર નહીં આપણે કયા ધર્મનું પાલન કરીએ છીએ. અખંડ પરિવારની ભાવના ધરાવતાં આપણે ધીમે ધીમે સંયુક્ત પરિવાર, વિભક્ત પરિવાર અને હવે સીંગલ પેરન્ટ પરિવાર ધરાવતાં થયાં છીએ. હવે સુરતની નારી સમાજે એકત્ર થવાનો સમય થયો છે. આઝાદીની ચળવળનાં ભાગરૂપે શરૂ થયેલ સાર્વજનિક ઉત્સવોની ઉજવણીને ફરી અખંડ સુરતનાં ભાગરૂપે સાર્વજનિક બનાવવાની જવાબદારી લેવી પડશે. દરેક વિસ્તારમાં અેકત્ર થઈ સાર્વજનિક ઉજવણી કરી ફરી અખંડિતતા લાવવાની શક્તિ નારીમાં છે. જે ફક્ત જાગૃત કરી એકત્ર કરવાની જરૂર છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો