તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • શ્રીજીની સાથે ક્યાંક પ્રકૃતિ તો ક્યાંક પરમાત્માના દર્શન

શ્રીજીની સાથે ક્યાંક પ્રકૃતિ તો ક્યાંક પરમાત્માના દર્શન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | જહાંગીરપુરાનાડેન્ડી ગ્રુપ દ્વારા ગણેશજીની સ્થાપના કરાઈ છે. સ્થાપના દરમિયાન સ્વચ્છ ભારત અભિયાનને ધ્યાનમાં રાખીને છેલ્લાં પાંચ વર્ષથી માટીના શ્રીજીની સ્થાપના કરી સેવા કરી રહ્યાં છે. તેની સાથે બંસીધર સોસાયટીમાં રહેતા ગ્રુપ દ્વારા બેટી બચાવો, બેટી પઢાઓ અભિયાન, રક્તદાન શિબિર, ચેરીટી ડે અને વૃદ્ધાશ્રમની મુલાકાતના કાર્યક્રમો યોજાયા હતા. ઉપરાંત વડાપ્રધાનના સ્વચ્છતા અભિયાન અંતર્ગત નદી અને દરિયાકિનારાના ભાગમાં સફાઈના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. હાલમાં ગણેશજીની દસ દિવસ સેવા બાદ વિસર્જન પણ ઇકોફ્રેન્ડલી ધોરણે કરાશે. માટે બંસીધર સોસાયટીના યુવાનો દ્વારા સોસાયટીમાં નાનુ તળાવ બનાવીને શ્રીજીનું વિસર્જન કરાશે. ત્યારબાદ શ્રીજીની પૂજા કરેલી પવિત્ર માટી દરેક ઘરમાં પ્રસાદ તરીકે અપાશે, જેનો સોસાયટીના સભ્યો યોગ્ય ઉપયોગ કરશે.

ડેન્ડી ગ્રુપ યુવક મંડળ

બંસીધર સોસાયટીના યુવાનોનો નોખો માર્ગ

સુરતી રાજા|સરસાણા કન્વેન્શનસેન્ટરમાં વિશ્વવિક્રમી સુરતીરાજાના દર્શન માટે રવિવાર રજાનો દિવસ અને ખુશનુમા વાતાવરણને કારણે ભક્તોની ભીડ મોટીસંખ્યામાં ઉમટ્યા હતા.

તાડવાડી |તોરણએપાર્ટમેન્ટ

અડાજણ |રૂષભ ટાવર.

અન્ય સમાચારો પણ છે...