મંત્રીએ દોષનો ટોપલો ફરી સર્ચ કમિટી પર ઢોળ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુલપતિની નિમણૂક અંગે કોર્ટના ચુકાદાનું પાલન કરાશે : મંત્રી

નમોટેબ્લેટ વિતરણના કાર્યક્રમ માટે સુરત આવેલા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ‘દિવ્ય ભાસ્કર’ને કહ્યું કુલપતિનો મામલો કોર્ટમાં જાય તો ચુકાદાનું પાલન કરીશું

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. શિવેન્દ્ર ગુપ્તાની યુજીસીના નિયમોનો છેદ ઉડાડીને કરાયેલી નિમણૂક અંગે ‘દિવ્ય ભાસ્કર’ સાથે વાત કરતા શિક્ષણમંત્રીએ કહ્યું હતું કે સર્ચ કમિટીએ જે ત્રણ નામો આપ્યા તેને આધારે સરકારે તેમની નિમણૂક કરી છે. જો મામલે કોઇ કોર્ટમાં જશે તો સરકાર પોતાનો પક્ષ મૂકશે. તેમણે વિવાદ અંગે પૂછાયેલા તમામ સવાલોમાં એક જવાબ આપ્યો હતો કે સરકારની જવાબદારી તો સર્ચ કમિટીએ નક્કી કરેલા ત્રણ નામોમાંથી એક નામને ફાઇનલ કરવાનું હોય છે. અંતિમ જવાબદારી તો સર્ચ કમિટીની આવે છે.

મુદ્દે એનએસયુઆઈ કોર્ટમાં જવાની તૈયાર કરી રહ્યું હોવાની વાત કરાતા મંત્રીએ કહ્યું હતું કે સરકાર કોર્ટમાં પોતાનો પક્ષ મૂકશે અને કોર્ટ જે પણ ચુકાદો આપશે તેનું પાલન કરશે.

અન્ય સમાચારો પણ છે...