તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મશીનના નામે 3-3 લોન લઈ 6.64 કરોડની ઠગાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગત 16-12-2014ના રોજ કિંજલ ફેબ્રિક્શના નામે કિંજલ સુધીર ધાનાણી અને શાંતાબહેન ધાનાણી (બંને રહે: સિંગણપોર)ને બેંકે 3 કરોડની લોન આપી હતી, જેમાં ગેરેન્ટર મનીષ ચૌહાણ (રહે. પૂણા ગામ), સંજય હીરપરા (રહે અમરોલી) હતા. રજૂ કરવાના તમામ દસ્તાવેજો સીએ સુધીર ધાનાણીએ ખોટાં તૈયાર કર્યા હતા. લોન લઈ એમ્બ્રોઇડરીના મશીનો ખરીદી વરાછામાં દેખાવ પુરતો વ્યવસાય પણ શરૂ કર્યો ત્યાર બાદ મશીનો બારોબાર વેચી નાણાં જમા કરાવ્યા હતા. સીએ ધાનાણીએ નાસિક બેંકમાંથી તેમના ભાઈ અને પત્નીના નામે 2.50 કરોડની અને 1.14 કરોડની લોન પણ લીધી હતી.

બેંકને ચૂનો ચોપડતા CAનો ભાંડો ફૂટ્યો

3તબક્કે 3 લોન મેળવી ત્યારે સુધીર ધાનાણીએ કાગળો એવી રીતે તૈયાર કર્યા કે બેંકને ખ્યાલ સુદ્ધાં જાય. રીતે ત્રણ વખત બેંકમાંથી લોન મેળવ્યા બાદ નાણાં ભર્યાં. આખરે સી.એ. સુધીર ધાનાણીનો ભાંડો ફૂટી ગયો અને ત્રણ ગુના ખટોદરા પોલીસ મથકમાં નોંધાયા.

એમ્બ્રોઇડરી મશીનના બહાને ઠગાઈનું ભરતકામ

બેંકમાં નાણાં ભરી મશીનો બારોબાર વેચી માર્યાં CA ધાનાણી અને તેના પત્ની સહિત પાંચ સામે ગુનો

અન્ય સમાચારો પણ છે...