તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન રિપોર્ટર | સુરત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | સુરત

મેડિકલપેરા મેડિકલની 14995 બેઠકો માટે બુધવારથી પ્રવેશ પ્રક્રિયાની કામગીરી શરૂ કરાઈ છે. ત્યારે પહેલા દિવસે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતની એક્સિસ બેન્ક બહાર વિદ્યાર્થીઓ લાંબી લાંબી લાઈનમાં ઉભા રહેતા જોવા મળ્યા હતા. જો કે, વરસાદી માહોલને લઈ વિદ્યાર્થીઓને હાલાકી પડી હતી. પહેલા દિવસે 15,640 પીન વીતરણ કરાયા હતા.

12થી 18મી જુલાઈ દરમિયાન સુરત સહિત રાજ્યની 103 એક્સિસ બેન્કમાં વિદ્યાર્થીઓ રૂા. 200માં પીન નંબર આપવમાં અપાશે. ત્યાર બાદ 13થી 19 જુલાઈના રાતના 12 વાગ્ય સુધીમાં વિદ્યાર્થીઓ www. medguj.nic.in પર જઈ રજીસ્ટ્રેશન કરાવી શકશે. 13થી 20મી જુલાઈ દરમિયાન સવારે 10.00થી સાંજે 4.00 વાગ્યા સુધીમાં વિદ્યાર્થીઓ હેલ્પ સેન્ટર પર જઈ પોતાના પ્રમાણપત્રોની ચકાસણી કરાવી શકશે.

મેડીકલ,ડેન્ટલ તથા પેરા મેડીકલ કોર્સની 75 ટકા સરકારી બેઠકો, મેનેજમેન્ટ ક્વોટાની 10 ટકા બેઠકો અને એનઆરઆઈ ક્વોટાની 15 ટકા બેઠકો પર એડમિશન માટે માટે એક પ્રવેશ ફોર્મ ભરવાનુ રહેશે. સુરતના રેગ્યુલર વિદ્યાર્થીઓએ રેગ્યુલર બેઠક પર પ્રવેશ માટે એનએચએલ મ્યુનિસિપલ મેડીકલ કોલેજ અને સુરત મ્યુનિસિપલ મેડીકલ કોલેજના ડીન પાસેથી લોકલ વિદ્યાર્થીનું સર્ટીફિકેટ મેળવવાનું રહેશે. મેડીકલ પેરા મેડીકલની બેઠકો પર સિંગલ વિન્ડો સિસ્ટમ અનુસાર એડમિશન કરવામાં આવશે.

કોર્સ પ્રમાણે બેઠકોની ફાળવણી

બે મેરિટ લિસ્ટ જાહેર કરાશે

મેડિકલ,ડેન્ટલ સહિતના કોર્સ માટે અને ફિઝિયોથેરાપી સહિતના પેરા મેડિકલ કોર્સ માટે જુદા જુદા મેરીટ લીસ્ટ જાહેર કરવામાં આવશે એવો નર્ણય કરવામાં આવ્યો છે. બંને મેરીટ લીસ્ટ એક દિવસે જાહેર કરાશે, જેને કારણે આગામી કોર્સ માટે ફોર્મ ભરનારા ઉમેદવારોને કોઈ પણ પ્રકારની અગવડ રહે.

કોર્સ બેઠકો

મેડિકલ3630

ડેન્ટલ 1155

હોમીયોપથી 1850

આયુર્વેદ 1450

નેચરોપથી 80

કોર્સબેઠકો

ફીઝીયોથેરાપી4000

બીએસસી નર્સીંગ 2980

ઓડીયોલોજી 25

ઓપ્ટોમેટ્રીની 155

ઓર્થોટિક્સ 10

અન્ય સમાચારો પણ છે...