તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • હડતાળમાં સવા લાખ કારીગરો વતન યુપી, બિહાર ઉપડી ગયા

હડતાળમાં સવા લાખ કારીગરો વતન યુપી, બિહાર ઉપડી ગયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટેક્સટાઇલ સાથે સંકળાયેલા તમામ ઉદ્યોગોનો બાનમાં લઇને ટેક્સટાઇલ ટ્રેડર્સે કાપડને જીએસટી મુક્ત કરાવવા શરૂ કરેલી હડતાલના કારણે વિવર્સ તથા પ્રોસેસર્સની સાથો-સાથ ઉત્પાદન અને હમાલી કામ કરતાં મજૂરોની હાલત પણ કફોડી બની છે. ઇન્ટુકના માજી પ્રમુખ કામરાન ઉસ્માની સાથે થયેલી વાતચીતમાં તેમણે જ્ણાવ્યું હતું કે, શહેરની ડાઇંગ-પ્રોસેસિંગની 450 મિલ્સ સાથે 2 લાખથી વધુ કારીગરો મજૂરીના કામ સાથે સંકળાયેલા છે. પખવાડિયા કરતાં વધુ સમયથી ચાલી રહેલી હડતાલના કારણે જે કારીગરોને દરમાસની પહેલી તારીખે ઘરઘથ્ ખરીદવા ખર્ચી કોન્ટ્રાક્ટર ચૂકવતાં હોઇ છે તે 12 તારીખ થઇ જવા છતાં ચૂકવવામાં આવી નથી.

કેટલાંક કારીગરોને અઠવાડિયે તો કેટલાંકને દર મહિનાની 10મી તારીખે પગાર ચૂકવાતો હોય છે પણ ખરીદ-વેચાણ નહી થવાના કારણે મજુરી નહી ચૂકવાતા કારીગરોએ વતન હિજરત કરી છે. મોટાભાગના કારીગરો ઉત્તર ભારતીય છે બીજીતરફ ઉત્તર ભારતમાં મકાઇ અને તુવેરની વાવણી શરૂ થઇ છે. ગઇ સીઝનમાં પણ નિરસ ખરીદી રહેવાના કારણે મજુરોને પુરતુ મહેનતાણું મળતું નથી. એવામાં ઓગષ્ટમાં આવતા તહેવારો બાદ કારીગરો ફરી સુરત ફરશે. સાથે ધૂલિયા, નંદુરબાર સાથે સંકળાયેલા મહારાષ્ટ્રીયન લોબીના કામદારો વતન પરત ફરી ગયા છે.

શહેરની 350 મિલ્સના 2 લાખથી વધુ મજૂરો પૈકી 70 ટકાની ઘટ સર્જાઈ

બંધમાં 5 હજાર કરોડથી વધુનું પેમેન્ટ ફસાયું

પખવાડિયાથીચાલી રહેલી ટ્રેડર્સની હડતાલના કારણે 5 હજાર કરોડથી પણ વધારાનું પેમેન્ટ વિવર્સ અને પ્રોસેસર્સને મળ્યું નથી. સામાન્યત: 80 દિવસની પેમેન્ટ સાઇકલ હોય છે, જેમાં લગ્નસરાં વખતનું પણ પેમેન્ટ ફસાયું હોવાની વિવર્સ અને પ્રોસેસર્સમાં ચર્ચા શરૂ થઇ છે. જો હજુ એક અઠવાડિયું માર્કેટ બંધ રહે તો કાપડ બજાર અને તેની સાથે સંકળાયેલા ઘટકોને મોટું નુકશાન થાય તેવી શક્યતા છે. ઉપરાંત ઉઠમણાંનો દોર ફરી શરૂ થવાનો ભય છે.

GST કમઠાણ | મિલો સાથે સંકળાયેલા કારીગરોએ હિજરત શરૂ કરી

અન્ય સમાચારો પણ છે...