તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરતમાં સ્ટેમ્પનાં કાળાબજારથી રૂ. 50 કરોડની તગડી કમાણી

સુરતમાં સ્ટેમ્પનાં કાળાબજારથી રૂ. 50 કરોડની તગડી કમાણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મળતી વિગતો અનુસાર, શહેરમાં 87 જેટલા સ્ટેમ્પ-વેન્ડરો હોવાનું જાણવા મળ્યું છે. સિવાય શહેરમાં સ્ટેમ્પની કુલ વાર્ષિક આવક 200 કરોડ જેટલી છે. જેમાં 1 રૂપિયાની સ્ટેમ્પ-ટિકિટથી લઈને 20 રૂપિયાના સ્ટેમ્પ, 50 અને 100 રૂપિયાના સ્ટેમ્પનો સમાવેશ થાય છે. મુખ્ય રીતે 20ના સ્ટેમ્પ 30થી 40 રૂપિયામાં, 50નો સ્ટેમ્પ 70 અને 100નો સ્ટેમ્પ 120 રૂપિયામાં વહેંચવામાં આવી રહ્યા હતા. મામલે તંત્ર સતત આંખ આડા કાન કરી રહ્યું હતું. જેને કારણે લોકોની હેરાનગતિ વધી ગઈ હતી. જોકે, દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રકાશિત થયા બાદ તંત્રએ શહેરમાં નોંધણી થયેલા તમામ સ્ટેમ્પ-વેન્ડરોની યાદી કઢાવી છે. સાથે બહુમાળીમાંથી ત્યાંનાં સરનામાં હોય તેવા તમામ વેન્ડરોને ઉઠાડી દેવામાં આવ્યા છે. સાથે બધા સ્ટેમ્પ-વેન્ડરોને ધંધાના સ્થળ પર જઈને તપાસ કરવામાં આવશે. તમામ વેન્ડરોને ત્યાં ચોપડા તપાસી કેટલા સ્ટેમ્પની વહેંચણી કોના નામે થઈ તે પણ જોવામાં આવશે.

8 અને 11મીએ પ્રસિદ્ધ અહેવાલો.

^ શહેરમાં કેટલા સ્ટેમ્પ-વેન્ડરો છે તેની વિગત મંગાવી છે. તમામના ધંધાનાં સરનામે આગામી દિવસોમાં તપાસ શરૂ કરવામાં આવશે. > બી.એસ.પટેલ, સિટીપ્રાંત

6 મહિના કેદ થઈ શકે

કલમ-69નિમાયેલ હોય તેવી વ્યક્તિ જો સ્ટેમ્પ વેચે તો તેને 6 મહિનાની કેદ થઈ શકે છે. વેન્ડર પાસે સ્ટેમ્પ ખરીદી ઉપયોગ પોતે કરવાનો હોય છે. વકીલના નામે સ્ટેમ્પ ખરીદી બીજાના નામે તેનો ઉપયોગ કરી શકાતો નથી.

વેન્ડરોને ત્યાં ચકાસણી

શહેરના તમામ સ્ટેમ્પ-વેન્ડરોના સરનામે હવે તપાસ શરૂ કરાશે

સપાટો | દિવ્ય ભાસ્કરે કરેલા સ્ટિંગ બાદ તંત્ર હરકતમાં આવી ગયું

અન્ય સમાચારો પણ છે...