તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • રાજ્યભરમાં વાહન ટોઇંગ ક્રેઇનોના ભાવમાં વિસંગતતા

રાજ્યભરમાં વાહન ટોઇંગ ક્રેઇનોના ભાવમાં વિસંગતતા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |રાજ્યભરમાં નો પાર્કિંગ ઝોનમાં મૂકેલાં વાહનો ટોઇંગ કરતી ક્રેઇનોના ભાવોમાં ભારે વિસંગતતા જોવા મળી છેે. સુરત અને રાજકોટ કરતાં વડોદરાના ક્રેઇન સંચાલકો વાહન ચાલકો પાસે બમણાથી વધુ રૂપિયા ખંખેરી રહ્યા છે. અલબત્ત, અમદાવાદમાં ટુ વ્હીલર વાહન ચાલકો પાસે રૂા. 250નો દંડ લેવાય છે પરંતુ ટ્રાફિક પોલીસ પાસે તેમની ક્રેઇન હોઇ દંડની રકમ તેમના તાબામાં રહે છે. જાહેર માર્ગો પર નો પાર્કિંગ ઝોનમાં મૂકેલાં વાહનોને ટોઇંગ કરવા માટે અમદાવાદને બાદ કરતાં રાજ્યનાં જુદાં જુદાં શહેરોમાં આઉટ સોર્સિંગથી ક્રેઇનો મૂકવામાં આવી છે. ખાસ કરીને વડોદરા, સુરત અને રાજકોટ શહેરમાં ક્રેઇન સંચાલકોના ટોઇંગના ભાવમાં ભારે તફાવત જણાઇ રહ્યો છે. વડોદરામાં ક્રેઇનથી વાહન ટોઇંગ કરાયું હોય તો વાહન ચાલક પાસેથી રૂા. 180ના દંડની વસૂલાત કરવામાં આવે છે. જે પૈકી રૂા. 100 ટ્રાફિક પોલીસને જ્યારે રૂા. 80 ક્રેઇન સંચાલકોના ખિસ્સામાં જાય છે. સુરતમાં વાહન ચાલકો પાસેથી વસૂલાતા રૂા. 140 પૈકી રૂા. 100 ટ્રાફિક પોલીસના તેમજ રૂા. 40 ક્રેઇન સંચાલકો લઇ જાય છે જ્યારે રાજકોટમાં રૂા. 100 ના દંડની વસૂલાતમાંથી રૂા. 77 ટ્રાફિક પોલીસના અને રૂા. 23 ક્રેઇન સંચાલકોના ભાગે આવે છે.

સુરત અને રાજકોટ કરતાં વડોદરાના વાહન ચાલકો પાસે વધુ દંડની વસૂલાત

અન્ય સમાચારો પણ છે...