તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • પુણામાં સાડીઓના ગોડાઉનમાં આગ: 15 લાખનું નુકસાન

પુણામાં સાડીઓના ગોડાઉનમાં આગ: 15 લાખનું નુકસાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | શહેરનાપુણામાં આવેલ સાડીઓના ગોડાઉનમાં ગત મોડી રાત્રે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. ફાયર બ્રિગેડે કલાકોની જહેમત બાદ આગને કાબૂમાં લેવાઈ હતી. શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગની જ્વાળાઓ વિજળીના થાંભલાને અડકી જતાં પાવર સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો હતો. પુણાના નિરાંત નગરમાં સાડીના ગોડાઉન આવેલ છે. જેમાં 54 નંબરના ગોડાઉનમાં રાત્રીના સમયે શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. હેન્ડવર્ક માટે વેપારીઓની આવેલી સાડીઓના જથ્થામાં લાગેલી આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ફાયર બ્રિગેડ ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગની જ્વાળાઓ વિજળીના થાંભલાને અડકી જતાં પાવર સપ્લાય બંધ કરી દેવાયો હતો. જેથી સમગ્ર વિસ્તાર અંધારપટમાં નીચે આવી ગયો હતો. સાડીઓના ગોડાઉનમાં લાગેલી આગની જવાળામાં અંદાજે 15 લાખનું નુકશાન થયું છે.

અન્ય સમાચારો પણ છે...