તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદનો નિકાલ હવે 7 દિવસમાં કરાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર ઃસુરત

મહાનગરપાલિકામાંકરવામાં આવતી ફરીયાદનો નિકાલ કરવામાં કરવામાં આવતી લાલિયાવાડી આગામી દિવસોમાં બંધ થવાની શકયતા રહેલી છે. કારણ કે હાલમાં કાર્યરત કંપલેન મેનેજમેન્ટ સિસ્ટમને સુધારો કરવા માટેના આદેશ પાલિકા કમિશનરે આજે આપ્યા છે. તેમાં ફરીયાદનો નિકાલ નહીં કરનાર અધિકારીનો ખુલાસો પુછયા બાદ શિક્ષાત્મક પગલાં ભરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.

શહેરીજનો પાલિકાને લગતી સમસ્યાની વોટસએપ, પાલિકાની વેબસાઇટ પર, ઝોનમાં અને વોર્ડ ઓફિસમાં ફરીયાદ કરતા હોય છે. લોકો જેવી ફરીયાદ કરે એટલે ફરીયાદ કરનારના મોબાઇલ નંબર પર પાલિકા સંબધિત વિભાગના અધિકારી કે કર્મચારી ફરીયાદનો નિકાલ કરશે તેની જાણ કરવામાં આવે છે. તેમજ બીજી તરફ સંબધિત વિભાગના કર્મચારી અને અધિકારીને પણ તેની જાણ કરવામાં આવે છે. પરંતુ મોટાભાગના કિસ્સામાં લોકોની ફરીયાદનો નિકાલ કરવામાં આવતો નહીં હોવા છતાં નિકાલ કરી દેવામાં આવ્યો હોવાનુ બતાવવામાં આવે છે તેના કારણે કંપલેન મેનેજમેન્ટ સિસ્ટમમાં ફેરફાર કરવાનો આદેશ કમિશનરે કર્યો છે. તેમાં ફરીયાદ કરવામાં આવ્યા બાદ સાત દિવસમાં ફરીયાદનો નિકાલ કરવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...