તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એસટી બસમાં ચોરખાનંુ બનાવી દારૂની હેરાફેરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એસટીનાવર્કશોપમાં પાર્ક કરેલી એસટી બસમાંથી દારૂના જથ્થા સાથે પોલીસે એસટી ડ્રાઈવરને ઝડપી પાડ્યો હતો. એસટી બસમાં ચોરખાનું બનાવીને દારૂની હેરાફેરી કરતાં પોલીસે ડ્રાઈવર સહિત 2ની ધરપકડ કરી હતી.

વરાછા પોલીસે બાતમીના આધારે એસટી વર્કશોપમાં પાર્ક બસમાં દરોડો પાડી એસટી ડ્રાઈવર મોહમદ વજીરભાઈ જહાંગીર(રહે. એસટી કોલોની, વરાછા)ને ઝડપી પાડ્યો હતો. પોલીસે તપાસ હાથ ધરતા બસમાં ચોરખાનું મળી આવ્યું હતું. જેમાંથી પોલીસને રૂ.4400ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ડ્રાઈવર મોહમદ વજીરની પુછપરછ હાથ ધરતા તે દારૂનો જથ્થો મીનરલ વોટરનો ધંધો કરતા સુનીલ નવીનચંદ્ર રાઠોડને સપ્લાય કરતો હોવાનુ બહાર આવ્યંુ હતંુ જેથી પોલીસે બંનેની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...