તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • કાપડનો ધંધો હોવા છતાં GSTનાે વિરોધ કરનારા પોલીસના રડાર પર

કાપડનો ધંધો હોવા છતાં GSTનાે વિરોધ કરનારા પોલીસના રડાર પર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાપડનાવેપાર સાથે સીધી રીતે કોઈ લેવા-દેવા હોવા છતાં કાપડ વેપારીઓની આગેવાની લઈ જીએસટીનો વિરોધ કરનારા આગેવાનોનું બેકગ્રાઉન્ડ પોલીસ ચકાસશે. વિરોધમાં સામેલ કેટલાક આગેવાનો ભૂતકાળમાં ઉઠમણામાં સેટલમેન્ટ કરાવવાનું કામ કરતા હોવાનું પણ પોલીસના ધ્યાને આવ્યું છે.

માર્કેટમાં કેટલાક બની બેઠેલા આગેવાનો કાપડના ધંધા સાથે સંકળાયેલા વેપારીઓની ભાવના સાથે રાજરમત રમી રહ્યા છે. પોતાની ફેસવેલ્યુ ઉભી કરવા માટે વેપારીઓના ખભે બંદૂક મૂકી સરકાર પર નિશાન તાકનારા આગેવાનો પર હવે તવાઈ આવી શકે છે. પોલીસના ધ્યાને આવ્યું છે કે, આવા કેટલાક આગેવાનોનો ભૂતકાળ ઉઠમણાના કેસોમાં સેટલમેન્ટ કરવા બાબતે ખરડાયેલો છે. ઇરાદાપૂર્વકનું ઉઠમણું કર્યા બાદ વીવર્સ તથા નાના વેપારીઓને 60:40ના રેશિયોથી સેટલમેન્ટ કરાવનારા આગેવાનો મધ્યસ્થીના નામે કટકી વસૂલી કરતા હતા. વેપારીઓમાં પણ હવે ધીરે ધીરે આવા આગેવાનો સામે રોષ જોવા મળી રહ્યો છે. વેપારીઓ હવે ધીરે-ધીરે દુકાનો ખોલવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેમને અટકાવવામાં આવે તો પોલીસ સખત કાર્યવાહી કરી શકે છે.

ધંધો કરવા ઇચ્છતા વેપારીઓને વિરોધના નામે અટકાવનારાઓ પર તવાઇ આવી શકે છે, હવે હેરાન કરાશે તો પોલીસ કડક પગલાં લેશે

અન્ય સમાચારો પણ છે...