તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 50 કરોડથી વધુના ખર્ચે કોટ વિસ્તારની ડ્રેનેજ બદલાશે

50 કરોડથી વધુના ખર્ચે કોટ વિસ્તારની ડ્રેનેજ બદલાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
8.26 સ્કવેર કિલોમીટર વિસ્તારમાં પથરાયેલા કોટ વિસ્તારમાં ડ્રેનેજ અને પાણીની લાઇન બદલવા માટેની માંગણી વર્ષ 1999-2000થી કરવામાં આવી રહી છે. તેના આધારે પાણી અને ડ્રેનેજની લાઇન બદલવા માટેનો માસ્ટર પ્લાન તૈયાર કરવાનો નિર્ણય કરાયો હતો. જે આધારે 16 વર્ષ બાદ પાલિકાએ કોટ વિસ્તારની ડ્રેનેજ લાઇન બદલા માટેની કાર્યવાહી શરૂ કરી છે. કોટ વિસ્તારની ડ્રેનેજ લાઇન બદલવા માટે થનારા અંદાજીત 108 કરોડના ખર્ચને ડ્રેનેજ કમિટીએ મંજુરી આપ્યા બાદ પહેલા તબક્કામાં ડ્રેનેજ લાઇન બદલવા માટે એજન્સી પાસે ઓફર મંગાવી હતી. તેમાં 50 કરોડથી વધુનો ખર્ચ થવાની ઓફર એજન્સીએ આપી છે.

3 તબક્કામાં કામગીરી

1કોટવિસ્તારની ગલીઓમાં ડ્રેનેજને બદલવામાં આવશે. જેની શરૂઆત નાની ગલીઓથી કરાશે.

2ગલીઓમાંથીનીકળતી ડ્રેનેજ લાઇન કે જે મુખ્ય લાઇન સાથે જોડાય છે તેને બદલાશે

3કોટવિસ્તારના મુખ્ય રસ્તા પર આવેલી મેઇન લાઇનને બદલવામાં આવશે.

ઓપરેશન-મેનટેનન્સ પાલિકા કરશે

મંજૂરી | ટેન્ડર સ્ક્રુટિની બેઠકમાં પહેલા ફેઝની કામગીરી કરાશે

પહેલા તબક્કામાં...

દિલ્હીગેટ,સહરા દરવાજા, ફાલસાવાડી, ઝાંપાબજાર, મહિધરપુરા, લાલદરવાજા, રૂઘનાથપુરા, રૂદરપુરા, સગરામપુરા, નાનપુરા, ગોપીતળાવ અને તેની આસપાસનો વિસ્તાર, ગોપીપુરા, સોનીફળીયા, વાડી ફળીયા, ચોકબજારની નાની ગલીઓની ડ્રેનેજ લાઇન બદલાશે.

અન્ય સમાચારો પણ છે...