શહેરમાં પાણી જ પાણી, ટ્રાફિકજામ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં માત્ર 12 કલાકમાં 5 ંઇંચ જેટલો ભારે વરસાદ પડતા શહેરમાં જનજીવન ખોરવાય જવાની સ્થિતિમાં પહોંચ્યું હતું. પાલિકા દ્વારા કરાતી પ્રીમોન્સૂન કામગીરીની પોકળતા પણ વરસાદે છતી કરી હતી. મુગલીસરા મેઇન રોડ, સેન્ટ્રલ ઝોનના મોટાભાગનો વિસ્તાર, અડાજણ, વરાછા સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પર ધોવાણ થયું હતું. વરસાદી પાણી ભરાતા વાહન ચલાવવામાં પણ લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. તો બીજી તરફ ફાયર બ્રિગેડને અલગ-અલગ જગ્યાઓ પર દોડતા રહેવું પડયું હતું. 15 જેટલી જગ્યા પર વક્ષો પડવા અને પુણામાં લક્ઝરી બસ ફસાઇ હતી.

વાહનોની લાંબી કતારો લાગી,પાણી ભરાતા ભર વરસાદે પાલિકાના સ્ટાફને કામગીરી કરવી પડી હતી,નાના વરાછામાં દીવાલ ધસી પડી હતી
ધનમોરા ચાર રસ્તા, અડાજણ
અડાજણ
નાના વરાછા
સિટીલાઈટ રોડ
તસવીર : હેતલ શાહ, રિતેશ પટેલ, મનોજ તેરૈયા

અન્ય સમાચારો પણ છે...