• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ભરથાણામાં માનસિક અસ્થિર વૃદ્ધાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યંુ

ભરથાણામાં માનસિક અસ્થિર વૃદ્ધાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યંુ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેસુ ભરથાણામાં માનસીક અસ્થીર વૃદ્ધાએ ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું. બનાવ અંગે ખટોદરા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

વેસુ ભરથાણા હળપતીવાસ બારસડી મોહલ્લા ખાતે રહેતા લખીબેન પૂનાભાઈ ગામીત(75) નિવૃત્ત જીવન વ્યતિત કરતા હતા. છેલ્લા લાંબા સમયથી તેઓ માનસીક બીમારીથી પીડાતા હતા. મંગળવારે દિવસ દરમિયાન તેઓ ઘરે એકલા હતા ત્યારે તેમણે માનસીક બીમારીથી કંટાળીને ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા ખટોદરા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. બનાવ સંદર્ભે ખટોદરા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...