ગજેરાના જામીન રદ મુદ્દે 17મીએ સુનાવણી કરાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેસુની જમીન બાબતે ભેરવાયેલાં હીરા ઉદ્યોગકાર વસંત ગજેરાને હાઇકોર્ટથી મળેલાં જામીન કેન્સલ કરવા માટે કોર્ટમાં કરાયેલી અરજીની સુનાવણી હવે આગામી 17મી જુલાઇએ થશે. આ ઉપરાંત આરોપીને જામીન દરમિયાન જે છુટછાટ મળી તેમાં રાહત માટેની અરજી પરની સુનાવણી પણ હવે આગામી 17મી જુલાઇના રોજ થશે. આરોપીને સીઆરપીસી-70 મુજબના વોરન્ટ હાઇકોર્ટે 10મી જુલાઇ સુધીની રાહત આપી હતી. આજ કેસમાં 30મી ઓગષ્ટના રોજ વધુ સુનાવણી નિર્ધારિત કરી આથી આરોપીની આગોતરા પર અગાઉ જે હુકમ આવવાનો હતો તે હવે જયુડિશિયલ ડિસિપ્લીનને ધ્યાનમાં રાખીને 1લી સપ્ટેમ્બરની મુદત આપી હતી. નોંધનીય છે કે સીઆરપીસી-70ના હાઇકોર્ટના હુકમ સામે આ કેસના મૂળ ફરિયાદીએ સુપ્રિમ કોર્ટમાં અરજી કરી છે.

અન્ય સમાચારો પણ છે...