• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 21 ગામોમાં બુલેટ ટ્રેન માટેની જમીન સંપાદન મામલો ઘોંચમાં

21 ગામોમાં બુલેટ ટ્રેન માટેની જમીન સંપાદન મામલો ઘોંચમાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ- મુંબઇ વચ્ચેના હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન માટે સુરત, નવસારીના 21 ગામોમાં જમીન સંપાદનનો મામલો ઘોંચમાં પડ્યો છે.

આ વિસ્તારમાં અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી હસ્તકના ગામોમાં ખેડૂતોને નુકસાન જતું હોવાની તેમજ વળતર વધારવાની માંગણીને કારણે સરકાર સેક્શન-11 હેઠળ જમીન સંપાદનની કામગીરી પૂર્ણ કરી શકી નથી. નવેમ્બર સુધીમાં જમીન સંપાદનનું કામ પૂરું કરવાની કેન્દ્ર સરકારની સૂચના છે ત્યારે આ ગામોના પ્રશ્નોનો ઉકેલ લાવવા રાજ્ય સરકાર મથામણ કરી રહી છે. સ્થિતિ એવી છે કે જો 21 ગામોના જમીન માલિકોને તેમની માંગણી મુજબ વધુ વળતર ચૂકવવાનો નિર્ણય લેવાય તો અન્ય જિલ્લાઓમાં જ્યાં જમીન સંપાદિત થઇ છે ત્યાં વિરોધ થાય તેમ છે. જેથી રાજ્ય સરકાર સમાધાનકારી વલણ અપનાવી રહી છે. મહેસૂલમંત્રી કૌશિક પટેલે કહ્યું કે, સરકારને રજૂઆત મળી છે અને અમે તેના ઉપર વિચારણા કરી રહ્યા છીએ. અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ અને નવસારી એમ 8 જિલ્લામાં બુલેટ ટ્રેનનો 508 કિલોમીટરનો ટ્રેક પસાર થાય છે. જે માટે 196 ગામોની કુલ 676 હેક્ટર જમી સંપાદન કરાશે. જે પૈકી 175 ગામોમાં સેક્શન-11 મુજબની કામગીરી પૂર્ણ થઇ. ખેડૂતોની સંમતિ મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...