• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ઊનાની નદીમાંથી પસાર થતાં યુવાન તણાયો,16 કલાક બાદ મૃતદેહ મળ્યો

ઊનાની નદીમાંથી પસાર થતાં યુવાન તણાયો,16 કલાક બાદ મૃતદેહ મળ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊના | મંગળવાર રાત્રીના સમયે તાલુકાના ખજુદ્રા ગામેથી પસાર થતી શાહી નદીમાંથી પસાર થતાં બે સગાભાઇ માથી એક ભાઇ પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઇ જતાં ગામ લોકો નદી કાંઠે ઉમટી પડ્યા હતા. આ અંગેની જાણ વહીવટી તંત્રને કરતા મામલતદાર, ટીડીઓ સહીતનો કાફલો ઘટના સ્થળે પહોચી ગયેલ. સગાભાઇની નજર સમક્ષ સગો ભાઇ તણાઇ જતાં પરીવારજનો પણ નદી કાંઠે બેસી ગયા હતા અને 16 કલાક બાદ આ યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.

RTEમાં વિદ્યાર્થીને પ્રવેશ માટે હાઇકોર્ટે સરકારને ટકોર કરી
અમદાવાદ | રાજ્યમાં આરટીઇ હેઠળ બાકી રહેલા 39 હજાર બાળકોના પ્રવેશ મામલે હાઇકોર્ટે સરકારને ટકોર કરી હતી કે, બાકી રહેલા બાળકોને પ્રવેશ મળવો જોઇએ, કેમકે પ્રાથમિક શિક્ષણએ મૂળભૂત અધિકાર છે ત્યારે શાળાઓ સાથા વાટાઘાટો કરીને પણ તેમને પ્રવેશ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવા નિર્દેશ આપ્યો છે. આરટીઇ એક્ટ હેઠળ પ્રથમ રાઉન્ડ બાદ બીજા રાઉન્ડમાં બાકી રહેલા વિદ્યાર્થીઓને પ્રવેશ મામલે હાઇકોર્ટમાં પિટિશનમાં સુનાવણી દરમિયાન રજૂઆત કરવામાં આવી હતી.

એમઈ -એમફાર્મમાં એન્ટ્રન્સ ટેસ્ટ ચાર સ્થળોએ યોજાશે
અમદાવાદ | એસીપીસી દ્વારા હાથ ધરાનારી એમઈ-એમફાર્મ વિદ્યાશાખાની બેઠકો પરની પ્રવેશ કાર્યવાહીના ભાગરૂપે 14 અને 15મી જુલાઈએ પોસ્ટ ગ્રેજ્યુએટ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ રખાઈ છે. અમદાવાદ સહિત રાજ્યના ત્રણ સ્થળોએ આ ટેસ્ટ યોજાશે. એસીપીસીના મેમ્બર સેક્રેટરી ડો જી પી વડોદરીયાના જણાવ્યાં પ્રમાણે નવરંગપૂરાની એલડી એન્જિનિયરીંગ, વડોદરાની એમએસ યુનિવર્સિટી, સુરત અને રાજકોટની ગવર્નમેન્ટ એન્જિનિયરીંગ કોલેજ ખાતે આ ટેસ્ટ લેવાશે.

ઇડરમાં ટોળાનો પોલીસ પર હુમલો : બે પોલીસ ઇજાગ્રસ્ત
ઈડર | મંગળવારે રાત્રે સાડા દસેક વાગ્યે ઇડરના ભોઇવાડામાં વેરાઇ મંદિર પાસે કેટલાક લોકો એકઠા થયા ગયા અને ઝઘડો થયો છે તેવી ઇડર પોલીસને જાણ થતાભોઇવાડામાં પહોંચેલ પોલીસને આ અમારા સમાજના મંદિર ટ્રસ્ટનો મામલો છે તેમ કહી સીધો પોલીસ પર હૂમલો કરી દેતાં બે પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયા હતા અને બે પોલીસ વાહનની તોડફોડ કરાઇ હતી. પોલીસે 50 જણાના ટોળા વિરુધ્ધ ગુન્હો નોંધી 18 જણાની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી.

બગોદરા-ધંધુકા હાઈવે પર ST સ્લીપર બસ પલટી, 1 મોત
અમદાવાદ | અમદાવાદથી ભાવનગર જતી એસટીની સ્લીપર કોચ બસ બગોદરા-ધંધુકા હાઈવે પર ગુંદી ફાટક પાસે પલટી ગઈ હતી. જેમાં બસ નીચે દબાઈ જતાં અઢી વર્ષની બાળકીની મોત થયું હતું જ્યારે 10થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી. બગોદરા અને ફેદરાથી 108 ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને બગોદરા હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. ક્રેઈન મારફતે બસ ઊંચી કરી બાળકીનો મૃતદેહ બહાર કઢાયો હતો.

પોરબંદરમાં નશાબંધી શાખા જ બની ગઈ દારૂનો અડ્ડો
પોરબંદર |પોરબંદરના સાંદીપનિ રોડ પર આવેલી નશાબંધીની કચેરીની બહાર ખૂલ્લેઆમ દારૂના પ્યાસી લોકો દારૂ ઢીંચી દારૂની ખાલી બોટલ અને ખાલી ડબલા ફેંકી દેતા હોવાથી અહીં દારૂની બોટલ અને ખાલી ડબલા ખૂલ્લેઆમ નશાબંધી કચેરીની મજાક ઉઠાવી રહ્યા છે. પોરબંદરમાં દારૂબંધીની ઐસી કી તૈસી કરી ખૂલ્લેઆમ દારૂ પીવાતો હોવાના આક્ષેપો અવારનવાર થતા રહે છે. પરંતુ સરકારી રહેમનજરતળે આવા ગેરકાયદેસર દારૂના હાટડાઓ ચાલતા રહે છે.

અન્ય સમાચારો પણ છે...