• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • NCR કૌભાંડ: PI ડાભીએ એકથી વધુ ઇ મેઇલનો ઉપયોગ કર્યો હતો

NCR કૌભાંડ: PI ડાભીએ એકથી વધુ ઇ-મેઇલનો ઉપયોગ કર્યો હતો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
100 કરોડના એનસીઆર ક્રિપ્ટો કરન્સી કૌભાંડમાં પોલીસ ઇન્સ્પેક્ટર એલ.બી. ડાભીએ એક કરતા વધુ ઇ-મેઇલ આઈડી અને અનેક મોબાઇલ ફોનનો ઉપયોગ કર્યો હોવાનું પોલીસની તપાસમાં ખુલ્યું છે.

ક્રિપ્ટો કરન્સી કૌભાંડ સંદર્ભે સરથાણા પોલીસ મથકમાં 14 કરોડની છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. જેની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી હતી. પોલીસની તપાસમાં આ કૌભાંડ 100 કરોડને આંબી જાય તેટલું મોટું હોવાનું ખુલ્યું હતું. પોલીસે એક સૂત્રધાર સહિત ત્રણની ધરપકડ કરી હતી. જે ત્રણેય હાલ કોર્ટ કસ્ટડી એટલે કે લાજપોર જેલમાં છે. આ કૌભાંડમાં આરોપી તરીકે પોલીસ ઇન્સ્પેક્ટર લવ બી. ડાભીનું પણ નામ છે. જેને પકડી પાડવા પોલીસની ટીમ કામે લાગી છે. તો સામા પક્ષે ડાભીએ કોર્ટનું શરણું ગ્રહણ કરી કાનૂની જંગ છેડ્યો છે.

દરમિયાન પોલીસની અત્યાર સુધીની તપાસમાં બહાર આવેલી હકીકત મુજબ પોઈ ડાભીએ એનસીઆર કૌભાંડમાં પોતાના એક કરતા વધુ ઇ-મેઇલ આઈડી અને અનેક ફોનનો ઉપયોગ કર્યો છે. જેના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી છે. ત્યારે ટૂંક સમયમાં ખ્યાલ આવશે કે ડાભીએ કુલ કેટલા રૂપિયાનું કૌભાંડ કર્યું છે. બીજી બાજુ ડાભીએ આ ફરિયાદ ખોટી હોવાનું દર્શાવી ફરિયાદ રદ્દ કરવા હાઇકોર્ટમાં અરજી કરી છે. જેની વધુ સુનાવણી તા. 16-7-18ના રોજ થશે. ત્યાર પછી ડાભીની ધરપકડ માટેની સ્થિતિ સ્પષ્ટ થશે.

અન્ય સમાચારો પણ છે...