• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • શિક્ષણ સમિતિના રૂ.1.58 લાખ વિદ્યાર્થીઓને કલરફુલ યુનિફોર્મ માટેનું ટેન્ડર મંજૂર

શિક્ષણ સમિતિના રૂ.1.58 લાખ વિદ્યાર્થીઓને કલરફુલ યુનિફોર્મ માટેનું ટેન્ડર મંજૂર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિક્ષણ સમિતિના દોઢ લાખ વિદ્યાર્થીઓને બે જોડી કલરફુલ યુનિફોર્મ આપવા રૂા. 14.82 કરોડની લો-એસ્ટ ઓફર કરનાર મહેક એજન્સીનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે. 90 દિવસના સમય મર્યાદામાં વિદ્યાર્થીઓને યુનિફોર્મ મળી રહેશે.

શિક્ષણ સમિતિના ચેરમેન હસમુખ પટેલ અને ખરીદ કમિટીના કન્વીનર મેહુલ ઠાકરે જણાવ્યું હતું કે રાજ્યમાં પહેલીવાર સુરતમાં સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ખાનગી સ્કૂલ જેવા જ કલરફુલ યુનિફોર્મ આપવાનો નિર્ણય લીધો હતો. આ માટે બજેટમાં પણ રૂપિયા 15 કરોડની જોગવાઇ કરાઇ હતી. 340 શાળામાં અભ્યાસ કરતાં 1.58 લાખ વિદ્યાર્થીઓને બે જોડી યુનિફોર્મ આપવા ઓફર મંગાવાઇ હતી. જેમાં ચાર ઇજારદારે ઓફર કરતાં સ્કુટિની દરિમયાન મહેક એજન્સી (મફતલાલ) અને ટેકનો ક્રાફટ (વિમલ)નું ટેન્ડર ક્વોલિફાઇ થયું હતું. બંને ઇજારદારના યુનિફોર્મના સેમ્પલ સેમ્પલ પાસ થયા હતા.

જેથી મંગળવારે ખરીદ કમિટિની મીટીંગ બોલાવી ટેન્ડર ખોલવાની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. યુનિફોર્મ માટે મહેક એજન્સીએ રૂા.14.82 કરોડમાં તો ટેકનોક્રાફટે રૂા.16.13 કરોડની ઓફર કરતાં લો-એસ્ટ ભાવ આપનાર મહેક એજન્સી નું ટેન્ડર મંજૂર કરાયું હતું. એક અઠવાડિયાની અંદર વર્ક ઓર્ડર આપી દેવામાં આવશે અને વર્ક ઓર્ડર આપ્યાના 90 દિવસમાં ઇજારદારે યુનિફોર્મ સપ્લાય કરવાના રહેશે.

અન્ય સમાચારો પણ છે...