તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • પીઆઇએ ફરિયાદ રદ કરવાની કોર્ટમાં અરજી કરી હોવાની વાત

પીઆઇએ ફરિયાદ રદ કરવાની કોર્ટમાં અરજી કરી હોવાની વાત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : ક્રિપ્ટો કરન્સીના 100 કરોડુના કૌભાંડમાં પકડાયેલા રોહિત કપોપરાનાં 5 બેન્ક ખાતામાંથી કરોડોના વ્યવહારો થયાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે પાંચ બેન્કમાંથી સ્ટેટમેન્ટ મગાવ્યા તો ઘણા વ્યવહાર થયાનું સ્પષ્ટ થયું છે. બિલ્ડર ગાંગાણીએ નોંધાવેલી ફરિયાદમાં પોલીસે કપોપરા સહિત ત્રણની ધરપકડ કરી ચાર દિવસનાં રિમાન્ડ મેળવ્યા છે. તપાસ દરમિયાન પોલીસે કપોપરાનાં પાંચ બેન્કમાં આવેલા એકાઉન્ટની વિગતો મગાવી હતી. બેન્ક સ્ટેટમેન્ટમાં કપોપરાએ આ કૌભાંડને લગતા કરોડો રૂપિયાના વ્યવહારો કર્યા હોવાનું ફલિત થયું છે. બે દિવસ દરમિયાન 15 જેટલા ભોગ બનનારા લોકોએ ક્રાઇમ બ્રાંચનો સંપર્ક કર્યો હોવાનું તપાસનીશ અધિકારી પોઈ બી.એન.દવેએ કહ્યું હતું. તેમણે કહ્યું કે કપોપરાના વરાછા સ્થિત નિવાસ સ્થાને તેમજ વેસુની ઓફિસે પોલીસે સર્ચ કરી ત્યાંથી લેપટોપ, કમ્પ્યૂટરનાં ઉપકરણો અને કેટલાક દસ્તાવેજો કબજે કર્યા છે. કપોપરાના લેપટોપમાંથી પણ કેટલીક ચોંકાવનારી હકીકત પોલીસને હાથ લાગે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. તો એક વાત એવી પણ આવી હતી કે આ કૌભાંડમાં આરોપી તરીકે જેનું નામ છે તે પોઈ એલ.બી. ડાભીએ ફરિયાદ રદ્દ કરવા માટે હાઇકોર્ટમાં અરજી કરી છે. આ બાબતે પોઈ દવેને પૂછતા તેમણે કહ્યું હતું કે હજુ સુધી સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી.

અન્ય સમાચારો પણ છે...