તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • વાદળછાયા વાતાવરણ વચ્ચે માત્ર 1 મિમી વરસાદ નોંધાયો

વાદળછાયા વાતાવરણ વચ્ચે માત્ર 1 મિમી વરસાદ નોંધાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત પર અપર એર સરક્યુલેશન યથાવત રહેતા હવામાન વિભાગે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. તેની સાથે મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. ડાંગના વઘઈમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે સુરતમાં 1 મિ.મી. વરસાદ પડ્યો છે.

બુધવાર બાદ ગુરૂવારે પણ સુરતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેર કોરૂ રહ્યું હતું. સમ ખાવા પૂરતો એક મિલીમીટર વરસાદ પડ્યો હતો. તે સિવાય વરસાદના હાલ તો કોઈ ચિન્હ દેખાયાં નથી. રાતે વાદળો છવાતાં વરસાદની શક્યતા દર્શાવાઈ છે. તેની સાથે ગુજરાત પર અપર એર સરક્યુલેશન ચાલુ રહેતા આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી હળવા વરસાદની શક્યતા છે. આ સાથે બુધવારના પ્રમાણમાં ગુરૂવારે વાતાવરણમાં કોઈ ઝાઝો ફેરફાર જોવા મળ્યો નથી. સુરતમાં મહત્તમ તાપમાન 32.8 ડિગ્રી સેન્ટીગ્રેડ રહ્યું. તેની સામે લઘુત્તમ તાપમાન પણ નજીવા ફેરફાર સાથે 28.2 ડિગ્રી રહ્યું હતું. સવારે ભેજનું પ્રમાણે 84 ટકા હતું, જે ઘટીને સાંજે 77 ટકા થયું હતું. તેની સાથે પવનની ઝડપ સમગ્ર દિવસ દરમિયાન 9 કિ.મી. પ્રતિ કલાક રહી હતી. જ્યારે દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લાના વઘઈમાં ગુરૂવારે અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. તે સિવાયના વિસ્તારોમાં નજીવો વરસાદ હતો.

અન્ય સમાચારો પણ છે...