તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • જીએસટી લાગુ થયા બાદ ડાયમંડ ક્ષેત્રે પહેલું ઓપરેશન

જીએસટી લાગુ થયા બાદ ડાયમંડ ક્ષેત્રે પહેલું ઓપરેશન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રેવન્યુ રિપોર્ટર|સુરત : જીએસટી બાદ આઈટીની ઇન્વેસ્ટિગેશન વિંગે પહેલી વખત કોઈ ગ્રુપને સાણસામાં લીધુ છે. ગુરુવાર સવારથી મુંબઈ અને સુરત ઇન્કમટેક્સની ઇન્વેસ્ટિગેશન વિંગે કતારગામની રૂપિયા 100 કરોડનું ટર્નઓવર ધરાવતી જનની એક્સપોર્ટ પર દરોડા પાડતાં કુલ દસ પ્રિમાઇસીસ પર 40 અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરાઈ હતી. જનની એક્સપોર્ટની બે ગુપ્ત ઓફિસો પણ મળી આવી હતી. આ ગુપ્ત ઓફિસ એક અેકાઉન્ટન્ટ અને કર્મચારીના ઘરમાં બનાવી હતી. આ ઓફિસોમાં દરોડા પાડતા ત્યાંથી 50 કરોડ રૂપિયાના ડોક્યુમેન્ટ્સ મળ્યાં હતાં.

સુરત, મુંબઇની 10 પ્રિમાઈસીસ પર તપાસ: રજિસ્ટર્ડ ઓફિસ મુંબઇમાં, રિટર્ન સુરતથી ફાઇલ થાય છે, 3 લોકર સીઝ
તપાસના સ્થળોમાં કતારગામ સ્થિત ઘર, ઓફિસ અને ફેકટરીનો સમાવેશ થાય છે. શરૂઆતી તપાસમાં રૂપિયા 50 કરોડ રોક્ડ અને જ્વેલરી મળી આવી હતી, સાથે અને ત્રણ બેન્ક લોકર સિઝ કરવામાં આવ્યા છે. ઉપરાંત કરોડો રૂપિયાના ડોક્યુમેન્ટ પણ કબજે કરાયા છે. ચર્ચા મુજબ અધિકારીઓને હવાલા અને કાચા-પાકાના ખેલની વિગતો હાથ લાગી હોવાથી દરોડા પાડવામાં આવ્યા છે. અલબત્ત, આ બાબતે હજી અધિકારીઓ કોઈ ફોડ પાડવા તૈયાર નથી.

જનની એક્સપોર્ટના ડાયમંડ મેન્યુફેકટરિંગ,એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ સાથે સંકળાયેલી યુનિટના સુરત ખાતેના આઠ પ્રિમાઇસીસ પર દરોડા પાડવામાં આવ્યા હતા. કતારગામ પટેલ નગર નજીકની ઓફિસ, ઘર અને ફેકટરી પર તપાસ ચાલી રહી છે.

અધિકારીઓએ કરોડોના હિસાબોની ચકાસણી શરૂ કરી છે, ઉપરાંત હીરાના સ્ટોકની પણ ગણતરી ચાલી રહી છે. મુંબઇની બે ઓફિસ અને ફેકટરી પર પણ તપાસ ચાલી રહી છે. આ કંપનીના ત્રણ ભાગીદાર છે જેમાં પોપટ ભાઇ, વસરામભાઈ અને બાબુભાઇનો સમાવેશ થાય છે. આઇટીમાં થઇ રહેલી ચર્ચા મુજબ હવાલાના કેટલાંક વ્યવહારના આધારે ઉપરાંત અગાઉના વર્ષોમાં એક જાણીતી ડાયમંડ કંપની પર પડેલાં દરોડામાં કેટલાંક હિસાબો જનની એક્સપોર્ટના મળ્યા હોવાથી તેના આધારે દરોડા પાડવામાં આવ્યા છે.

જનની એક્સપોર્ટ પર રેઈડ : 50 કરોડની રોકડ-જ્વેલરી, બે ગુપ્ત ઓફિસમાંથી 50 કરોડથી વધુના દસ્તાવેજ મળ્યા
41 કરોડના ડાયમંડનો સ્ટોક જ ચોપડે બતાવાયો
સુરત અને મુંબઈની આઈટી ટીમે પાડેલા દરોડાની કાર્યવાહી દરમિયાન જે ચોપડા આઇટીના હાથમાં લાગ્યા છે. તેમાં કંપનીએ ચોપડે 41 કરોડના ડાયમંડનો સ્ટોક જ બતાવ્યો છે.

1000 કરોડનો ટેક્સ મુંબઇ જતો રહે છે
ડાયમંડ ની મોટાભાગની કંપનીઓ રિટર્ન ફાઈલ કરે છે. ડાયમંડની મોટા ભાગની કંપનીઓ મુંબઈમાં રિટર્ન ફાઈલ કરે છે, જેના લીધે એડવાન્સ ટેક્સ, રૂટીન ટેક્સ અને ટીડીએસ મળી શહેરમાંથી વર્ષે-દહાડે ૧૦૦૦ કરોડ જેટલો ટેક્સ મુંબઇ જતો રહે છે. આવકવેરા વિભાગે અનેકવાર પ્રયત્નો કર્યા છે કે ડાયમંડ કંપનીઓ સુરતમાં રિટર્ન ફાઈલ કરતી થાય આ માટે મિટિંગોનો દોર થયા છે પરંતુ કોઈ સોલ્યુશન નીકળ્યું નથી. એક આશા એ છે કે સુરતમાં ડાયમંડ બુર્સ તૈયાર થયા બાદ મુંબઇની કંપની આવશે અને સુરતની કંપનીઓ અહીંથી જ રિટર્ન ફાઈલ કરશે. જો આવું થાય તો ૩૦૦૦ કરોડ જેટલો ટેક્સ સુરત આઇટીને મળશે.

અન્ય સમાચારો પણ છે...