તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • બાસ્કેટબોલ એસો.દ્વારા અંડર 17 ગર્લ્સ અને બોય્ઝ ટીમનો 30 જૂને ટ્રાયલ કેમ્પ

બાસ્કેટબોલ એસો.દ્વારા અંડર-17 ગર્લ્સ અને બોય્ઝ ટીમનો 30 જૂને ટ્રાયલ કેમ્પ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત ડિસ્ટ્રીક્ટ બાસ્કેટબોલ એસોસિએશન દ્વારા એક ટ્રાયલ કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં સુરત ડિસ્ટ્રીક્ટ અંડર-17 ગર્લ્સ અને બોય્ઝ ટીમનું સિલેક્શન થશે. આ ટ્રાયલ આગામી તા.30 જૂનના રોજ સાંજે 5 કલાકે ચિલ્ડ્રન પાર્ક, મજૂરાગેટ ખાતે થશે. જેમાં 1-1-2002 બાદ જન્મેલા પ્લેયર્સ ભાગ લઇ શકશે. ભાગ લેવા ઇચ્છતા પ્લેયર્સોએ પોતાની શાળામાંથી પરવાનગી પત્ર, આધારકાર્ડ અને ફિટનેસ સર્ટિફિકેટ સાથે હાજર રહેવું. આ પ્લેયર્સ સુરતમાં રમાનાર બીજી કેટેગરીની સ્પર્ધાઓમાં પણ ભાગ લઇ શકશે. વધુમાં આ પ્લેયર્સને સ્ટેટ લેવલ પર રમવા માટેનો ચાન્સ મળશે

અન્ય સમાચારો પણ છે...