તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • બ્રાઝિલ ગઇ તો 4 પરિવારે મને આશરો આપ્યો હતો : માનસી

બ્રાઝિલ ગઇ તો 4 પરિવારે મને આશરો આપ્યો હતો : માનસી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | એલ.પી.સવાણી સ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરતી માનસી મહેતા રોટરી ક્લબના સ્ટુડન્ટ પ્રોગ્રામમાં એક વર્ષ માટે બ્રાઝિલ જવા માટેની પસંદગી થઈ હતી. માનસીએ સિટી ભાસ્કરને કહ્યું હતું કે, ‘આ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત હું બ્રાઝિલમાં અલગ અલગ ચાર પરિવારને ત્યાં રહી હતી. એ દરમિયાન મેં બ્રાઝિલમાં ભારત દેશની સંસ્કૃતિ પરંપરા અને વિચારધારાનો પ્રચાર કર્યો હતો. બ્રાઝિલમાં મિત્રો પણ બનાવ્યા હતાં અને દુનિયાની સૌથી અઘરી ગણાતી પોર્ટુગીઝને લખતાં અને બોલતાં પણ આવડી ગઈ છે.’ આ સમય દરમિયાન યુએસએથી ડેનિયલમુરી એલ.પી.સવાણી સ્કૂલમાં 11 મહિનાનો અભ્યાસ કર્યો હતો અને યુએસએની સંસ્કૃતિનો પ્રચાર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...