તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • નવો નિયમ : આર્ટિકલશિપ દરમિયાન પણ સીએ સ્ટુડન્ટ્સનું અસેસમેન્ટ થશે

નવો નિયમ : આર્ટિકલશિપ દરમિયાન પણ સીએ સ્ટુડન્ટ્સનું અસેસમેન્ટ થશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | ધ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયાએ હાલમાં જ આર્ટિકલશિપ જોઈન કરી ચૂકેલા વિદ્યાર્થીઓના પ્રેક્ટિકલ નોલેજના એસેસમેન્ટનો નિર્ણય લીધો છે. આઈસીએઆઈનું બોર્ડ ઓફ સ્ટડી હવેથી સ્ટુડન્ટ્સના પ્રેક્ટિકલ નોલેજને તપાસવા માટે બે ઓનલાઈન ટેસ્ટ લેશે. મલ્ટીપલ ચોઈસ પેપરમાં સારા પર્ફોમન્સ પછી જ તેમને ફાઈનલ એક્ઝામ આપવા માટેની તક મળશે.

પ્રેક્ટિકલ નોલેજના ગ્રેડ્સને સામેલ થયાં
નોટિફિકેશન પ્રમાણે આર્ટિકલશિપનું પહેલું વર્ષ પુરુ કર્યાં પછી વિદ્યાર્થીઓએ ફર્સ્ટ લેવલ ટેસ્ટ આપવી પડશે, જે 2 કલાકની રહેશે અને એમા 75 માર્કના પ્રશ્નો પૂછાશે. જ્યારે બે વર્ષની આર્ટિકલશિપ પૂરી કરનાર વિદ્યાર્થીઓએ 100 માર્કની ઓનલાઈન ટેસ્ટ આપવી પડશે. આ ટેસ્ટ માટે 3 કલાકનો સમય આપવામાં આવશે. સ્ટુડન્ટ્સના પર્ફોમન્સના આધારે તેમને ગ્રેડ પોઈન્ટ્સ આપવામાં આવશે, જે ફાઈનલ માર્કશીટમાં પણ સામેલ થશે. આ માટેના નોટીફિકેશન જાહેર કરવામાં આવ્યા છે.

સીએ સ્ટુડન્ટ્સનું જ્ઞાન તપાસવા માટે આ નિર્ણય લેવાયો, બે ઓનલાઈન ટેસ્ટ લેવાશે
આવી રીતે ટેસ્ટ લેવાશે
ટેસ્ટમાં 50 માર્કના સવાલ અેકાઉન્ટિંગ અને ઓડિટીંગના રહેશે, જેમાં કોર્પોરેટ લૉ પણ રહેશે. અેકાઉન્ટિંગ અને ઓડિટીંગના સવાલ સોલ્વ કરવા મેન્ડેટરી છે. ફર્સ્ટ લેવલ ટેસ્ટમાં સ્ટુડન્ટ્સે એક ઓપ્શનલ મોડ્યુલ પસંદ કરવાનું રહેશે, જેમાંથી વધારે માર્કના સવાલ પૂછી શકાય. બીજા વર્ષના સ્ટુડન્ટ્સે 25-25 માર્કના બે ઓપ્શનલ મોડ્યુઅલ પસંદ કરવાના રહેશે. ફર્સ્ટ યરના ઓપ્શનલ મોડ્યુઅલમાં ડાયરેક્ટ ટેક્સ,ઈનડાયરેક્ટ ટેક્સ અને ઈન્ટરનલ ઓડિટ સામેલ કરવામાં આવ્યા છે. જ્યારે બીજા વર્ષના ઓપ્શનલ મોડ્યુઅલમાં સ્ટુડન્ટ્સે ડાયરેક્ટ ટેક્સ ઈન્ક્લુડિંગ ઈન્ટરનેશનલ ટેક્સેશન, ઈનડાયરેક્ટ ટેક્સ અને ઈન્ટરનલ ઓડિટમાંથી બે મોડ્યુલ પસંદ કરવાના રહેશે.

નિર્ણયથી સ્ટુડન્ટ્સને આ ફાયદો થશે
જે વિદ્યાર્થીઓનું પરર્ફોમન્સ ટેસ્ટમાં સારું નથી રહ્યું. તેઓ આ ટેસ્ટમાં ફરીથી બેસીને પોતાના માર્ક અને ગ્રેડને અપડેટ કરી શકે છે. બે ટેસ્ટમાંથી સારા માર્ક અને ગ્રેડને જ ફાઈનલ માર્કશીટમાં સામેલ કરાશે

26 ઓગસ્ટે પહેલી એસેસમેન્ટ ટેસ્ટ લેવામાં આવશે, ટ્રેનિંગ જુલાઈથી શરુ
બંન્ને લેવલની પહેલી ટેસ્ટ 26 ઓગસ્ટ 2018એ લેવાશે. એવા વિદ્યાર્થીઓ જેમની આર્ટિકલશીપ એપ્રિલથી જૂનની વચ્ચે પૂરી થઈ રહી છે, તેઓ ઓગસ્ટમાં થનારી ટેસ્ટમાં અપીયર થઈ શકે છે. તેમજ જે સ્ટુડન્ટ્સ એમની ટ્રેનિંગ જુલાઈ થી સપ્ટેમ્બરની વચ્ચે પૂરી કરશે, તેઓ ઓક્ટોબરથી ડિસેમ્બર 2018ની વચ્ચે થનારી ટેસ્ટમાં સામેલ થઈ શકે છે.

આ રીતે મળશે ગ્રેડ પોઈન્ટ
80 ટકા કે તેનાથી વધારે - એ ગ્રેડ

60 ટકા કે તેનાથી વધારે - બી ગ્રેડ

40 ટકા કે તેનાથી વધારે - સી ગ્રેડ

40 ટકાથી ઓછા - ડી ગ્રેડ

અન્ય સમાચારો પણ છે...