તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • આજે ભગવાન જગન્નાથજીને પુનમનું સ્નાન કરાવામાં આવશે

આજે ભગવાન જગન્નાથજીને પુનમનું સ્નાન કરાવામાં આવશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અષાઢી બીજના દિવસે જગન્નાથ પુરી સહિત સમગ્ર ભારત માં લગભગ દરેક શહેરો માં રથયાત્રા નીકળે છે. સુરતમાં અમરોલી લંકાવિજય મંદિર ખાતે થી 34મી રથયાત્રા નીકળશે. અમરોલી સહિત સુરતમાં જુદી જુદી જગ્યા એથી નાની-મોટી 8 થી 10 જગ્યાએથી 14 જુલાઇના રોજ રથયાત્રા નીકળશે. આજથી 34 વર્ષ પહેલા દિવંગત મહંત રામ ચરણદાસજી મહારાજે અમરોલી ખાતેથી જગન્નાથ પુરીની પરંપરા મુજબ રથયાત્રાનો પ્રારંભ કરેલો તેજ મુજબ વર્તમાન મહંત સીતારામદાસજીએએ અવિરત રાખી છે. આગામી અષાઢી બીજના દિવસે યોજાનાર રથયાત્રા પર્વે પુનમના દિવસે 28 જુલાઇના રોજ સવારે 9 કલાકે ભગવાનને સ્નાન કરાવવામાં આવશે.જગન્નાથપુરીની પરંપરા મુજબ યોજાતી રથયાત્રા અંગે માહિતી આપતા મહંત સીતારામ દાસજીએ જણાવ્યુ હતુકે.પૂનમના દિવસે ભગવાન જગન્નાથ,ભાઇ બલભદ્ર,બહેન સુભદ્રાની મુર્તિને વૈદિક વિધિ મુજબ સ્નાન વિધિ કરાવાશે.ગંગા, જમુના,સરસ્વતી,નર્મદા,તાપી સહિત ભારતની મુખ્ય બધીજ નદીઓના જળ,પંચ દ્રવ્ય,કેસર તેમજ શાસ્ત્રમાં બતાવ્યા મુજબની વિધિથી સ્નાન થશે. સ્નાન બાદ પુરીની પરંપરા મુજબ ભગવાન બીમાર પડી જાય છે. 15 દિવસ સુધી ભગવાને ભોગની સાથે ઔષધી ધરાવાય છે.

અમરોલી લંકાવિજય હનુમાનજી મંદિર ખાતે પુર્વે તૈયારી ઓ થઇ રહીછે.

રિલિજિયન રિપોર્ટર | સુરત

અન્ય સમાચારો પણ છે...