તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ડિંડોલીના યુવકે પંખા સાથે દુપટ્ટો બાંધી આપઘાત કર્યો

ડિંડોલીના યુવકે પંખા સાથે દુપટ્ટો બાંધી આપઘાત કર્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડિંડોલીના યુવકે કથિત પ્રેમ પ્રકરણમાં ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી આપઘાત કરી લીધો હતો. સ્મીમેર હોસ્પિટલ ખાતેથી મળતી વિગત ડિંડોલીના યોગેશ્વર નગર ખાતે રહેતા નિખિલેશ નરેશ પાલ (ઉ.વ.૧૮) યાર્નના કારખાનામાં અોપરેટર તરીકે કામ કરતો હતો. નિખિલેશ તેના ભાઈ-ભાભી સાથે રહે છે. છેલ્લા દસેક દિવસથી નિખિલેશના ભાઈ-ભાભી વતન યુપી ગયા હતા. નિખિલેશ ઘરે એકલો હતો. મંગળવાર સાંજે નિખિલેશે ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો. બહાર ન આવતા પાડોશીએ ઘરનો દરવાજા ખોલતા નિખિલેશ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...