તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • વેપારી આંગડીયા પેઢીમાં ટપાલ આપવા ગયો ને બાઈકની ડીકીમાંથી 4.92 લાખના હીરા ગાયબ

વેપારી આંગડીયા પેઢીમાં ટપાલ આપવા ગયો ને બાઈકની ડીકીમાંથી 4.92 લાખના હીરા ગાયબ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાઈકની ડીકીમાં 4.92 લાખના કાચા હીરા ચોરી થતા વરાછા પોલીસે ગુનો નોંધ્યો છે. જેમાં હીરાનો વેપારી પરેશ લાભુભાઈ નાવડીયા 25મી તારીખે સાંજે 4.92 લાખના કાચા હીરા લઈને આંગડીયામાં આપવા ગયો હતો. રસ્તામાં આ હીરા વ્યાપારી જેન્તી અંબાલાલ આંગડીયા પેઢીમાં ટપાલ આપવા ગયો ત્યારે તેણે કાચા હીરાનું પેકેટ બાઈકની ડીકીમાં મુક્યુ હતું. ટપાલ આપ્યા બાદ તે બાઈક લઈને પી.શૈલેશ આંગણડીયા પેઢીમાં ગયો હતો. જ્યાં તે આ હીરા ડીકીમાંથી કાઢવા ગયો ત્યારે હીરા ગાયબ હતા. આ કાચા હીરા તેઓ ભાવનગર ખાતે પોલિશ્ડ કરવા માટે મોકલવાના હતા. હાલમાં વરાછા પોલીસે વેપારીની ફરિયાદ લઈને ચોરીનો ગુનો નોંધી સીસીટીવી કેમેરાના આધારે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...