• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સહરા દરવાજા ગરનાળાને ટપકતું અટકાવવા ટ્રેક નીચે પતરાં મુકાશે

સહરા દરવાજા ગરનાળાને ટપકતું અટકાવવા ટ્રેક નીચે પતરાં મુકાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સહરાદરવાજા ગરનાળામાંથી ગંદું પાણી ટપકવાની સમસ્યા 5 વર્ષ બાદ ઉકેલવા માટેની કાર્યવાહી રેલવે તંત્રએ શરૂ કરી છે. માટે રેલવે ટ્રેકની નીચેના ભાગે પતરાનું બોક્સ બનાવીને ટ્રેનમાંથી ગંદું પાણી ગરનાળામાંથી પસાર થતાં વાહનો પર નહીં પડે તે માટેની વ્યવસ્થા ઊભી કરાશે. અગાઉ કામગીરી કરવા રેલવે તંત્રએ અનેક વખત આનાકાની કર્યા બાદ હવે આગામી એકાદ બે મહિનામાં ગરનાળાની નીચેના ભાગે પતરાનું બોક્સ બનાવવાની શરૂઆત કરાશે.

વરાછા, લંબેહનુમાન અને સહરા દરવાજા ગરનાળામાંથી ગંદું પાણી ટપકવાની સમસ્યા દૂર થાય તે માટે પાલિકાએ વર્ષ 2008-09માં રેલવેમાં 8.84 કરોડ જમા કરાવ્યા હતા. પૈકી રેલવેએ વરાછા અને લંબેહનુમાન રોડ ગરનાળાની ઉપરના ભાગે બોક્સ મુકીને ટપકતાં ગંદાં પાણીની સમસ્યા મહદઅંશે ઉકેલી છે. માટે રેલવે પાસે પાલિકાના 3.67 કરોડ જેટલી માતબર રકમ જમા હોવા છતાં દર વખતે નવાં કારણો રજૂ કરીને કામગીરી ટલ્લે ચડાવાતી હતી. જો કે, પાલિકા તંત્રના પ્રયાસોને કારણે ગરનાળાની નીચેના ભાગે પતરાના બોક્સ બનાવવા રેલવેએ આખરે તૈયારી દર્શાવી છે. અગાઉ રેલવેએ ગરનાળા પર બોક્સ મુકવા માટે પાલિકાને જણાવ્યું હતું. તેમાં 3 વર્ષ સુધી ગરનાળાને બંધ રાખવું પડે તેમ હોવાથી પાલિકાએ કામ કરવાની ના પાડી હતી. ત્યાર પછી પાલિકાએ કરેલી રજૂઆત રેલવેએ માન્ય રાખી હતી.

સહરા ગરનાળાની નીચેના ભાગે પતરાના બોક્સ મુકવા શરૂ કરાયેલી કવાયત.

ઝડપથી નિરાકરણ આવશે

^સહરાદરવાજા ગરનાળાની નીચેના ભાગે પતરાના બોક્સ મુકવા રેલવેએ તૈયારી બતાવી છે, હવે નિરાકરણ થશે. > એમ.થેન્નારાસન, કમિશનર,મહાપાલિકા

કામગીરી રાત્રે કરાશે

4ટ્રેક પૈકી ટ્રેન 2 ટ્રેક પરથી અવરજવર કરે છે તેની નીચેના ભાગે બોક્સ બનાવાશે. લોકોને તકલીફ નહીં પડે તે માટે મોટાભાગની કામગીરી રાત્રે કરાશે.

રેલવે તંત્રએ મહાનગર પાલિકાને પણ જાણ કરી

ગરનાળાનીનીચે પતરાનું બોકસ બનાવાય તો વાહનો પર ગંદું પાણી નહીં પડે તેવી રજૂઆત પાલિકાએ કરી હતી. પાલિકાએ એવું પણ જણાવ્યું હતું કે ગરનાળાની ઉપરના ભાગે મુખ્ય રેલવે લાઇન અને ગુડ્ઝ યાર્ડમાં જતાં ટ્રેક આવેલા છે. તેમાં મુખ્ય લાઇન અને ગુડ્ઝ યાર્ડમાં જતાં ટ્રેક વચ્ચે દોઢ ફૂટનું અંતર છે. જેથી પેસેન્જર ટ્રેનના ટ્રેકની નીચેના ભાગે પતરાના શેડ લગાડી દેવામાં આવે તો નીચેથી પસાર થતાં મોટા વાહનોને પણ અસર નહીં પડે તેમ પાલિકાએ જણાવ્યું હતું. જેના આધારે રેલવેએ કામગીરી કરવા તૈયારી બતાવી છે.

ગરનાળાને 3 વર્ષ સુધી બંધ રાખવાને બદલે પતરાંનંુ બોક્સ મુકાશે

રેલવેને 8.84 કરોડ આપ્યાને 5 વર્ષ વીત્યા, હવે મુહૂર્ત નીકળ્યું

અવરજવરવાળા 2 ટ્રેક નીચેના ભાગે બોક્સ બનાવાશે

અન્ય સમાચારો પણ છે...